સમાચાર

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો મહામુસીબતમાં

અનેક પ્રકારનાં સપનાઓ ચકનાચુર થતા ભારે ચિંતાનો માહોલ

અમરેલી જિલ્‍લાનાં ખેડૂતો મહામુસીબતમાં

જગતનું પેટ ભરનાર ખેડૂતોને પોતાનું પેટ ભરવામાં મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહૃાો છે

ચૂંટણીનાં દિવસોમાં ખેડૂત પુત્ર હોવાના નામે મત માંગતા આગેવાનો મદદ કરવા આગળ આવે તેવી માંગ

અમરેલી, તા. 8

કમૌસમી વરસાદથી ખેડૂતોની હાલત વધુ કફોડી થઇ છે. અમરેલી જિલ્લામાં સાડા પાંચ લાખ હેકટરના વાવેતર સામે કપાસ,    મગફળીના પાંચ લાખ હેકટરના વાવેતરમાં પાછોતરા પડેલા કમૌસમી વરસાદે ખેડૂતોની દશા સાવ કફોડી કરી નાખી છે. જિલ્લામાં ખેડૂતોના મોં માં આવેલ કોળીયો કમૌસમી વરસાદે વેરી બનીને ખેડૂતોને પાયમાલ કરી નાખ્‍યા હોય તેવો ઘાટ અમરેલી જિલ્લાના ખેડૂતોના થયા છે.

અમરેલી જિલ્લાના ધજડી ગામનો સીમાડે આપ જોઈ શકો છો કપાસના છોડ સાવ સુકાઈને ઠુઠા થઈ ગયા હોય તેવા કપાસના છોડમાંથી કપાસના જીંડવા નીચે ખરી પડયા છે. તો મોંઘા ભાવના દવા-ખાતર, બિયારણ સહિતનો વાવેતરનો ખર્ચ કરીને પાછોતરા પડેલા કમૌસમી વરસાદે ધજડીના ખેડૂતની હાલત કફોડી કરી નાખી છે. 40 વિઘાની ખેતી ધરાવતા વીનુ શેલડીયાએ રવિ પાકનું વાવેતર કરી શકે તેવી પરિસ્‍થિતિ હાલ નથી ઉપરથી દીકરીના લગ્નલેવાયા છે ને કમૌસમી વરસાદે ખેડૂતોનીતમામ આશાઓ પર પાણી ઢોળ કરી નાખ્‍યું છે. ચાલીસ વીઘાની જમીન ધરાવતા ખેડૂત વીનુ શેલડીયાએ પ્રાઇવેટ લોન લઈને કપાસની ખેતી કરી હતી પણ કમૌસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્‍યો છે. ત્‍યારે સરકાર દ્વારા વીમાના પ્રિમિયમની કાપી નાખે છે તો શા માટે કમૌસમી વરસાદ નુકસાનની ભરપાઈ ડાયરેકટ ખેડૂતના ખાતામાં જમા નથી થતું તેવો વસવસો કરી રહ્યા છે.

ધજડીના આ ખેડૂતની જે હાલત થઈ છે તેવી હાલત ગિરધર વાવના ખેડૂત અશરફ સવંટની પણ થઇ છે. અશરફ સવંટે ર0 વીઘાની વાવેલી મગફળી કમૌસમી વરસાદે પલાળી નાખતા ઉભા પાથરાઓ કાળા પડી ગયા છે તો પશુઓ માટે પાલો પણ ન બચતાં પોતાના પશુઓને કપાસના છોડ ખવડાવી રહ્યા છે. એક વિઘે પાંચ હજારનો ખર્ચ કર્યો અને મગફળી વેચીને નાના ભાઇના લગ્ન કરે અને કમૌસમી વરસાદે રવિ પાકનું વાવેતર કરી શકે તેવી પણ પરિસ્‍થિતિ ન છોડતા બેબાકળા બનેલા અશરફ સવંટ નામના ખેડૂતની સમીક્ષા કરતા અમરેલી જિલ્લાના ખેતીની સ્‍થિતિ સામે ખેડૂતોની દશા પાયમાલ કરી દીધી હોય તેવું જોવા મળી રહ્યું તે તો વાડીમાં પડેલા કપાસના પાથરાઓ હવે વધુ વરસાદથી બચાવવા પ્‍લાસ્‍ટિક ઢાંકયા છે. પણ હવે મગફળીના જાહેર હરરાજીમાં ચારસોથી પાંચસો રૂપિયા ઉપજે તેવી મગફળી થઈ જતા ખેડૂત હતાશ થયો છે.

વિસ વિઘાની ખેતીખેડૂતની પાયમાલ થઈ હોય ત્‍યારે સરકાર સામે આશાઓ ધરીને બેસેલ ખેડૂત વીમાની કંપની સર્વે કરવા ન આવ્‍યું હોવાની આપવીતી જણાવે છે. ત્‍યારે આખા અમરેલી જિલ્લામાં ફકત ત્રણ દિવસના સર્વેમાં કપાસ-મગફળીમાં સર્વે કર્યા તેમાં 1411 અરજીઓ જ આવી હતી ને પ80 નો સર્વે કરી શકયા છે તો છેલ્‍લા બે-ત્રણમાં પડેલા વરસાદનું આંકલન જિલ્લા ખેતીવાડી કચેરી કરી રહી છે.

error: Content is protected !!