સમાચાર

બાબરા પંથકમાં સિંહે દેખા દેતા ખેડૂતોને પાકનું રક્ષણ કરવુ કે પોતાનું તેની ખબર પડતી નથી

કરોડો રૂપિયાનાં ખર્ચ બાદ પણ સિંહો કયાં ફરે છેતેની વન વિભાગને ખબર નથી

લ્‍યો બોલો : બાબરા પંથકમાં સિંહે દેખા દેતા ખેડૂતોને પાકનું રક્ષણ કરવુ કે પોતાનું તેની ખબર પડતી નથી

કરીયાણા, તાઇવદર અને ખાખરીયા પંથકમાં ફફડાટનો માહોલ

બાબરા, તા. 8

બાબરામાં પાંચાળ વિસ્‍તારમાં સિંહ જોવા મળતા ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી ગઇ હતી. આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ખેડૂતો એકઠા થઇ ગયા હતા અને આખી રાત પોતાની વાડીમાં જાગતા રહયા હતા.

ગત મોડી રાતે તાલુકાના કરીયાણા, તાઇવદર અને ખાખરીયામાં સિંહ દેખાયા હોવાનું ખેડૂતોએ જાણકારી આપી હતી. તેમજ ખાખરીયામાં પ્રકાશભાઇ ભોજાણીના ખેતરમાં સિંહે એક બળદનું મારણ કરતા ખેડૂતોમાં ભયની લાગણી જોવા મળી હતી તેમજ ખેડૂતો દ્વારા વન વિભાગને માહિતી આપતા રેસ્‍કયુ ટીમ પણ દોડી આવી હતી અને સિંહના સગડ મળતા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

બાબરામાં રેવેન્‍યુ વિસ્‍તારમાં સિંહ પ્રવેશતા વન વિભાગની પણ ઉંઘ ઉડી ગઇ છે. મળતી માહિતી મુજબ બે સિંહ જોવા મળ્‍યા હતા. જેમાં એક નર અને બીજી માદા હોવાનું જાણવા મળ્‍યું છે. બાબરા પંથકમાં ખાખરીયામાં બળદનું મારણ કરી સિંહ યુગલ બાબરામાં આવેલ સોનપરી મહાદેવની જગ્‍યામાં જોવા મળ્‍યું હતુ. ત્‍યાર બાદ કરીયાણા ગામ પાસે ખોડીયાર મંદિર પાસે તાઇવદરની સીમમાં સખી દાતારપાસે સિંહના સગડ મળ્‍યા હતા. હાલ બાબરા વન વિભાગ દ્વારા સિંહના સગડના આધારે શોધખોળ કરી રહયું છે.

બાબરા પંથકમાં મોડી રાતે સિંહ દેખાતા ખેડૂતો પોતાની વાડીમાં આખી રાત જાગીને પશુઓની રખાવત કરી હતી. એક તરફ સીમમાં ફુલસીઝન છે રાત દિવસ ખેડૂતો પરિવાર સાથે કામ કરી રહયા છે. ત્‍યારે સિંહના આગમનથી ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે.

error: Content is protected !!