સમાચાર

અમરેલીનાં રાજમાર્ગો પર રખડતા પશુઓનો અડિંગો યથાવત

પશુપાલકોએ પાલિકાનાં શાસકોની ચીમકીની કરી અવગણના

અમરેલીનાં રાજમાર્ગો પર રખડતા પશુઓનો અડિંગો યથાવત

જયાં સુધી શાસકો કડકમાં કડક કાર્યવાહી નહી કરે ત્‍યાં સુધી ચીમકીથી કોઈ ડરવાનું નથી તે સાબિત થયું

અધુરી કામગીરી અને અધુરી લડાઈ હંમેશા નિષ્‍ફળ જ સાબિત થતી હોય છે

અમરેલી, તા. 8

અમરેલી શહેરમાં ર દિવસ પહેલા પોલીસ અને પાલિકાનાં શાસકોએ સંયુકતપણે રખડતા પશુઓને ડબ્‍બે પુરવાની કામગીરી કરીને 1ર જેટલા અજાણ્‍યા પશુપાલકો વિરૂઘ્‍ધ ગુન્‍હો નોંઘ્‍યા બાદ લાગતું હતું કે શહેરમાં રખડતા પશુઓ જોવા નહી મળે. પરંતુ વાસ્‍તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્‍યું.

અમરેલી શહેરનાં આજે અનેક રાજમાર્ગો ઉપરાંત રહેણાંક વિસ્‍તારોમાં પણ રખડતા પશુઓ જોવા મળતા હતા. પાલિકાનાં શાસકોની ચીમકીનું સુરસુરીયુ થઈ ગયું હતું. પશુપાલકોએ રાબેતા મુજબ પાલિકાની ચેતવણીનીઅવગણના કરી હોય તેવું સ્‍પષ્‍ટ જોવા મળતું હતું.

શહેરમાં રખડતા પશુઓની સમસ્‍યા દુર કરવા માટે ઘનબળ કે માનવબળની પણ બહુ જરૂર નથી જરૂર છે માત્ર ઈચ્‍છાશકિતની શાસકો જો ઈચ્‍છાશકિત ધરાવે તો માત્ર 1પ દિવસમાં જ શહેરનો વર્ષો જુનો પ્રશ્‍ન હલ થઈ શકે તેમ છે.

એક અંદાજ મુજબ શહેરમાં રર00થી રપ00ની સંખ્‍યામાં રખડતા પશુઓ છે. જેમાં 1પ00 જેટલા પશુઓ માલીકીનાં છે અને બાકીનાં રેઢીયાળ છે. પાલિકાનાં શાસકો માલીકો સામે દંડનાત્‍મક કામગીરી કરે એટલે માલીકીનાં તમામ પશુઓ સલામત સ્‍થળે જતાં રહે અને બાકી રહેતા 700 થી 800 પુશઓને જુદી-જુદી ગૌ-શાળામાં મોકલી દેવામાં આવે તો વર્ષો જુની સમસ્‍યા હલ થઈ શકે તેમ છે.

error: Content is protected !!