સમાચાર

અમરેલીના સંજીવ ધારૈયાએ બંસરી વાદનનું નેતૃત્‍વ કર્યુ ; તાના રીરી મહોત્‍સવમાં 108 બંસરી વાદનનો વિશ્‍વ વિક્રમ સર્જાયો

નરેન્‍દ્ર મોદીનાં વતન ખાતે યોજાયેલ

તાના રીરી મહોત્‍સવમાં 108 બંસરી વાદનનો વિશ્‍વ વિક્રમ સર્જાયો

અમરેલીના સંજીવ ધારૈયાએ બંસરી વાદનનું નેતૃત્‍વ કર્યુ

અમરેલી, તા. 8

તા. 06 નવેમ્‍બર ર019ના રોજ વડનગર ખાતે પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ નાના-રીરી મહોત્‍સવ યોજાયો હતો. જેમાં 108 બસંરી વાદકોએ એક સાથ ભભવૈષ્‍ણવ જન તો તેને રે કહીએ…ભભ ભજન અને રાષ્‍ટ્રગાન વગાડી વિશ્‍વ વિક્રમ સર્જયો હતો. અમરેલી માટે વિશેષરૂપે ગૌરવરૂપ બાબત એ હતી કે અમરેલીના સંગીત ઘરેણા અને જાણીતા બંસરીવાદક સંજીવ ધારૈયાના નેતૃત્‍વમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત સંજીવન ધારૈયાના ચાર શિષ્‍યો સર્વ પ્રશાંત જોષી, ઘ્‍યેય પંડયા અને કિરણબેન દૂધાત, દિલીપ દેવમુરારી પણ આ કાર્યક્રમમાં સમ્‍મલિત થયા હતા. રાજયના નાયબ મુખ્‍યમંત્રી નિતિનભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં તેમજ રાજયના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્‍તે સંજીવન ધારૈયાનું વિશેષ સન્‍માન કરવામાં આવ્‍યું હતુ.

અત્રે ઉલ્‍લેખનીય છે કે, સંજીવ ધારૈયાએ બંસરીવાદનમાં પી.એચ.ડી. કરેલ છે તેમજ આકાશવાણીના બી હાઇગ્રેડના કલાકાર છે અને સાથોસાથ ગુજરાતી સુગમ સંગીતના જાણીતા સ્‍વરકાર છે. સંજીવન ધારૈયાની આ વિશિષ્ઠ સિઘ્‍ધિ એસમગ્ર અમરેલી માટે ગૌરવરૂપ ઘટના છે. તેમની આ ઉપલબ્‍ધી બદલ અમરેલી કલાજગત ગૌરવ અનુભવે છે અને સંગીતના આદરપાત્ર સંજીવ ધારૈયાને ખુબ ખુબ અભિનંદન       પાઠવે છે.

error: Content is protected !!