સમાચાર

બાબરામાં શહેર અને તાલુકા કોંગ્રેસનું સ્‍નેહમિલન યોજાયું

બાબરામાં જુના સર્કિટ હાઉસ ખાતે તાલુકા અને શહેર કોંગ્રેસનું એક સ્‍નેહમિલન ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમરનાં અઘ્‍યક્ષ સ્‍થાને યોજાયું હતું. જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઈ ચોવટીયા, તાલુકા પંચાયતના પ્રમુખ ધીરૂભાઈ વહાણી, ઉપપ્રમુખ કિશોરભાઈ દેઠળીયા, નગરપાલિકા પ્રમુખ વનરાજભાઈ વાળા, જિલ્‍લા શિક્ષણ સમિતિના ચેરમેન મીનાબેન કોઠીવાલ, મનસુખભાઈ પલસાણા, પ્રભાતભાઈ કોઠીવાલ, બાબુભાઈ કારેટીયા, હરેશભાઈ શિયાણી, દિલીપભાઈ ખાચર, કુલદીપભાઈ બસીયા સહિતના નગરપાલિકાના અને તાલુકા પંચાયતનાં સભ્‍યો તેમજ કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્‍યામાં કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહૃાા હતા. બાબરા ખાતે આયોજીત કોંગ્રેસનાં સ્‍નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્‍ય ઘ્‍વારા નવા વર્ષની શુભેચ્‍છા પાઠવી કોંગ્રેસના કાર્યકર્તાઓને સંગઠનલક્ષી માહિતી અને પુરતું માર્ગદર્શન આપ્‍યું હતું. નવા વરસમાં મળેલ કોંગ્રેસના સ્‍નેહમિલનના કાર્યક્રમમાં ધારાસભ્‍યએ જણાવ્‍યું હતું કે, રાજયમાં ખેડૂતોની હાલત કફોડી બની છે, પુરતી વીજળી મળતીનથી, ભાવ મળતા નથી અને પાકવીમો પણ મળ્‍યો નથી. ધારાસભ્‍યએ ચીમકી ઉચ્‍ચારી હતી કે, ગમે તે થાય પણ કપાસનો વીમો ખેડૂતોને અપાવીને જ ઝંપીશ. તેવું કહી વિવિધ મુદે રાજયની સરકાર નિષ્‍ફળ નીવડી છે આવું કહી રાજયની સરકાર સામે ધારાસભ્‍યએ આકરા પ્રહારો કર્યા હતા.

error: Content is protected !!