સમાચાર

દરિયાકાંઠાનાં ગામોમાં ભારે વરસાદથી ખેતિપાકોમાં નુકસાન

‘‘મહા” વાવાઝોડાની આડઅસરથી પણ ખેડૂતો પરેશાન

દરિયાકાંઠાનાં ગામોમાં ભારે વરસાદથી ખેતિપાકોમાં નુકસાન

લોહી-પાણી એક કરીને તૈયાર થયેલ ખેતિપાકોનું ધોવાણ થઈ જતાં ખેડૂતો ચિંતામગ્ન

દરિયાકાંઠે મોટી સંખ્‍યામાં બોટ ખડકી દેવામાં આવી હતી

અમરેલી, તા. 7

અમરેલી જિલ્‍લામાં ભભમહાભભ વાવાઝોડાની અસર થતાં જ ગઈકાલ સવારથી જિલ્‍લાનાં દરિયાકાંઠા તથા નજીકનાં વિસ્‍તારોમાં વરસાદ પડતા ખેતરમાં તૈયાર થયેલ માલને નુકસાન થવા પામ્‍યાનું જાણવા મળેલ છે.

ગઈકાલે સવારેથી જ ખાંભા પંથકમાં વાતાવરણ પલટાયું હતું જેને લઈ ખાંભા તાલુકાનાં ભૂંડણી, મોટા બારમણ, નાના બારમણ, ગોરાણા, ત્રાકુડા સહિતનાં ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કમૌસમી માવઠાનાં કારણે ખેતીનાં પાકને નુકસાન થવા પામ્‍યું હોવાનું જગતાત જણાવી રહૃાા છે.

જયારે દરિયાકાંઠાનાં જાફરાબાદ તાલુકાનાં મોટા બાબરમણ, પાટીમાણસા, ટીંબી, હેમાળ, દુધાળા, છેલણા સહિતનાં ગામોમાં પણ વરસાદ પડયો હતો જયારે દરિયામાં સામાન્‍ય કરંટ જોવા મળતો હતો.

આ ઉપરાંત રાજુલા, પીપાવાવ પોર્ટ, કોવાયા, નાગેશ્રી સહિતનાં વિસ્‍તારોમાં પણ વરસાદ પડયો હતો.

ગઈકાલે બપોરનાં સમયે જાફરાબાદ શહેર, શિયાળબેટ, પીપાવાવ પોર્ટમાં મોટા મોજા ઉછળ્‍યા હતા સાથોસાથ વરસાદ પણ શરૂ થયો હતો.વરસાદનાં કારણે જાફરાબાદ શહેરમાં પાણી બજારોમાં વહેતા થયા હતા.

આમ “મહા” વાવાઝોડાની અસરથી વરસાદ પડતાં ખેતીમાં તૈયાર થયેલ પાકને ભારે નુકસાની થયાનો અંદાજ મળી રહૃાો છે.

error: Content is protected !!