સમાચાર

ગાયોને રેઢી મુકી અરાજકતા ફેલાવનાર 1ર વ્‍યકિત વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ

પોલીસ અને પાલિકાની સંયુકત કામગીરીથી શહેરીજનો ખુશ

અમરેલી શહેરમાં ગાયોને રેઢી મુકી અરાજકતા ફેલાવનાર 1ર વ્‍યકિત વિરૂઘ્‍ધ ફરિયાદ નોંધાતા ખળભળાટ

ગાયોને રખડતી મુકનાર પશુપાલકોમાં ફફડાટ ફેલાયો

અમરેલી, તા. 7

અમરેલી શહેરમાં રખડતી-ભટકતી ગાયને કારણે જયાં- ત્‍યાં ટ્રાફીક સમસ્‍યા તથા નાના-મોટા અકસ્‍માતોનાં બનાવો બનતાં હોય ત્‍યારે કેટલાંક કિસ્‍સામાં માનવ જીંદગી તથા ગાયને ઈજા થવાનાં બનાવો બનતા બે દિવસ પહેલા અમરેલી ટ્રાફીક પોલીસ તથા અમરેલી નગરપાલિકાએ આવી રખડતી-ભટકતી ગાયોને માર્ગ ઉપરથી પકડી પાંજરાપોળમાં મોકલી આપી હતી.

આ બનાવ બાદ આવી રીતે ગાયને રસ્‍તા ઉપર છુટી મુકી ટ્રાફીક સમસ્‍યા સર્જવા તથા અકસ્‍માતનાં બનાવો બનવાનાં કારણે 1ર જેટલા અજાણ્‍યા ગાયનાં માલીક સામે અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધી આવા ગાયનાં માલીકની શોધખોળ આદરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની શરૂઆત કરવામાં આવી છે.

હજુ પણ શહેરનાં અનેક ભાગોમાં આવી રીતે ગાયનાં ધણ જોવા મળતાં હોય પોલીસ તથા નગરપાલિકા ઘ્‍વારા આવીગાયને પકડી પાંજરાપોળમાં મુકી ગાયનાં માલીક સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

error: Content is protected !!