સમાચાર

બાંધકામ ક્ષેત્રમાં મંદી અને રેતી ઉપાડવા પર પ્રતિબંધથી પરેશાની

હાયરે બેકારી : કારીગર સમાજ નવરોધુપ બન્‍યો

ભારતીય જનતા પાર્ટીની મજબુત વોટ બેન્‍ક ગણાતાં કડિયા સમાજનાં કારીગરો બેકારીથી ચિંતિત

શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ અને અન્‍ય જગ્‍યાએથી રેતી ઉપાડવાની મંજુરી મળતી નથી

અમરેલી, તા. 7

અમરેલી શહેરમાં બાંધકામ ક્ષેત્રમાં ભયાનક મંદી અને શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા પર પ્રતિબંધ તેમજ અન્‍ય કોઈસ્‍થળેથી રેતી ઉપાડવા માટે મંજુરી આપવામાં આવતી ન હોવાથી ભાજપની મજબુત વોટ બેન્‍ક ગણાતા કડિયા સમાજનાં કારીગરો નવરાધુપ બનીને ઘરનું ગુજરાન કેમ ચલાવવું તેની ચિંતામાં જોવા મળી રહી છે.

દેશમાં નોટબંધી લાગ્‍યાને 3 વર્ષ પસાર થયા છતાં પણ મંદીનો માહોલ દુર થતો નથી. નોટબંધી, જીએસટીથી દેશભરનાં વેપાર-ધંધા ઠપ્‍પ થઈ ગયા છે. જેમાં સૌથી વધુ અસર બાંકામક્ષેત્રને થઈ છે. તેની અસર અમરેલી જિલ્‍લામાં પણ જોવા મળી રહી છે.

તદઉપરાંત અમરેલી નજીકથી પસાર થતી શેત્રુંજી નદીમાંથી રેતી ઉપાડવા પર હાઈકોર્ટનો પ્રતિબંધ છે. તેમજ અન્‍ય કોઈ સ્‍થળેથી રેતી ઉપાડવાની મંજુરી આપવામાં ન આવતાં બાંધકામક્ષેત્રની હાલત અતિ દયનીય બની છે.

આજથી ર વર્ષ પહેલા કડિયા સમાજે મુખ્‍યમંત્રીને રૂબરૂ મળી તેની વ્‍યથા વર્ણવી હતી. જે-તે સમયે 6 મહિનામાં રેતી ઉપાડવા માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવ્‍યા બાદ હજુ સુધી રેતીની સમસ્‍યા દુર કરવામાં ભાજપ સરકાર ઉદાસીન રહેતાં ભાજપને દરેક ચૂંટણીમાં ખોબલે-ખોબલે મત આપનાર કડિયા સમાજ આજે ભાજપને મત આપીને ભુલ કરી હોવાનો વસવસો વ્‍યકત કરી રહૃાો છે.

ભાજપ સરકાર રેતીની સમસ્‍યા દુર નહી કરે તો અમરેલી, સાવરકુંડલા, ચલાલા, ધારી, રાજુલા સહિતનો કારીગર સમાજ વિશાળ રેલી સ્‍વરૂપેકલેકટરને આવેદનપત્ર પાઠવશે તેવું જાણવા મળેલ છે.

error: Content is protected !!