સમાચાર

બાબરા તાલુકામાં અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોના પાકને વ્‍યાપક નુકસાન

તાત્‍કાલિક અસરથી સર્વે કરવાની તારીખ નક્કી કરવા માંગ

બાબરા તાલુકામાં અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોના પાકને વ્‍યાપક નુકસાન

કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત

બાબરા, તા.7

રાજયમાં સતત વરસાદના કારણે અતિવૃષ્‍ટિ થઈ છે. જેના કારણે જગતના તાતને મોટું નુકશાન સહન કરવાનો વારો આવી રહયો છે. ત્‍યારે કિસાનસંઘ દ્વારા ખેતરોમાં તાત્‍કાલિક અસરથી સર્વે કરાવી ઓનલાઈન અરજીના સમયમાં વધારો કરવાની તેમજ પિયત કપાસના વીમાની ચુકવણી કરવાની પ્રબળ માંગ કરવામાં આવી રહી છે. ત્‍યારે બાબરા તાલુકા કિસાન સંઘ દ્વારા પ્રમુખ લાલજીભાઈ વસ્‍તરપરાની આગેવાની હેઠળ ભાનુભાઈ પાનશેરીયા, સહિતના ખેડૂતોએ મામલતદારને વિવિધ માંગણીઓ મુદે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રોષ વ્‍યકત કર્યો હતો.

બાબરા તાલુકા કિસાનસંઘના પ્રમુખ લાલજીભાઈ વસ્‍તરપરાએ જણાવ્‍યું હતું કે, તાલુકામાં અતિવૃષ્‍ટિના કારણે ખેડૂતોના મોંઘા મોલને ઘણું નુકશાન થયું છે. ત્‍યારે તંત્ર દ્વારા તાત્‍કાલિક અસરથી સર્વેની તારીખ નક્કી કરી કિસાનસંઘને જાણ કરવી તેમજ તેમાં ઓનલાઈનની અરજી કરવાના ગાળામાં પણ વધારો કરવો જરૂરી છે. તેમજ આ સિવાય સને.18-19 નો પિયત કપાસનો પાક વીમો પણ ખેડૂતોને ચુકવવો જરૂરી છે. કારણજો બિનપીયત કપાસનો થાઈ તો પિયત કપાસ કયાંથી થાય કારણ ને અછતગ્રસ્‍તમાં કપાસને પાણી ચડેલ નો હતા.

કિસાનસંઘે આવેદનપત્રમાં વધુમાં જણાવ્‍યું હતું કે સર્વેની તારીખ નક્કી કરવામાં આવે ત્‍યારે દરેક વિભાગના અધિકારીઓને અચુક હાજર રાખવામાં આવે.

error: Content is protected !!