સમાચાર

ખાંભા પંથકમાં અવાડિયો, કવાડિયો અને ગાંડા બાવળનો ત્રાસ

ટ્રાફિકથી ધમધમતા માર્ગો પર કબ્‍જો જમાવી દીધો છે

ખાંભા પંથકમાં અવાડિયો, કવાડિયો અને ગાંડા બાવળનો ત્રાસ

અમરેલી, તા.7

ખાંભા પંથકમાંથી પસાર થતા માર્ગો પર ગાંડા બાવળ ઉગી નીકળતા માર્ગ અકસ્‍માતનું પ્રમાણ વધી રહયું હોય આરટીઆઈ એકટીવીસ્‍ટે અગ્ર સચિવને પત્ર પાઠવીને બિનજરૂરી વૃક્ષો દૂર કરવા માંગ         કરેલ છે.

પત્રમાં જણાવેલ છે કે, ખાંભા તાલુકામાંથી પસાર થતા મા×મ સ્‍ટેટ અને પંચાયતના રોડની બંને સાઈડમાં ઉગી નીકળેલા જંગલી છોડ અવાડિયો, કવાડિયો અને ગાંડા બાવળના કારણે રોડસાંકડો બનવાથી અવાર નવાર ટુ-વ્‍હીલર-ફોર વ્‍હીલરના અકસ્‍માતના બનાવો બનવા પામે છે.

રાજુલા ખાતે નેશનલ હાઈવે 8-ઈ ઉપર ધાતરવડી નદીનો પુલ જર્જરિત બનવાથી ઉના, જાફરાબાદ, રાજુલાના લોડીંગ વાહનો ખાંભા ડાઈવર્ટ થવાથી ખાંભા તાલુકામાંથી પસાર થવાના કારણે વાહન વ્‍યવહાર વધી જવાથી પહોળા પણ રોડની બંને બાજુની સાઈડમાં ઉગી નીકળેલા છોડવા અને બાવળના કારણે રોડ સાંકડા બની જતાં અવાર નવાર જીવલેણ બનતા અકસ્‍માતો રોકવા મા×મ સ્‍ટેટ અને પંચાયતના રોડની બંને સાઈડોમાં ઉગી નીકળેલ છોડ વ્‍યાપક જન હિત ખાતર દૂર કરવા આરટીઆઈ એકટીવીસ્‍ટ ભીખુભાઈ બાંટાવાળાએ માંગ કરી છે.

error: Content is protected !!