સમાચાર

શહેરી વિસ્‍તારોમાં હેલ્‍મેટના કાયદાને દૂર કરવા માંગ થઈ : આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્‍યું

હેલ્‍મેટને લઈને વ્‍યાપક પરેશાની થઈ રહી છે

શહેરી વિસ્‍તારોમાં હેલ્‍મેટના કાયદાને દૂર કરવા માંગ થઈ

આમ આદમી પાર્ટીએ આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી, તા. 7

અમરેલી જિલ્‍લા આમ આદમી પાર્ટીએ કલેકટરને આવેદનપત્ર પાઠવેલ છે.

આવેદનપત્રમાં જણાવેલ છે કે, કેન્‍દ્ર સરકારનાં નિયમને અનુસરીને ગુજરાત સરકારે ટ્રાફીક એકટ ર019નાં નિયમમાં કોઈ ફેરફાર કર્યા વગર ગુજરાતની જનતાની ઉપર આ કાળો કાયદો અને અસહીય દંડની રકમનો કાયદો નાંખવામાં આવ્‍યો છે, તે લોકો માટે યોગ્‍ય નથી.

વધુમાં શહેરી વિસ્‍તારની અંદર રસ્‍તા ટૂંકા, સાંકડા, નાનાવળાંક અનેટ્રાફીકવાળા હોય અને શહેરમાં લોકો ઘણીબધી મુશ્‍કેલીનો સામનો કરી પોતાની ગુજારો કરતાં હોઈ, લગ્ન પ્રસંગ, વાર તહેવાર અને બીજા અન્‍ય કામોમાં વધારે આવવા અને જવાનું હોય, તો શહેરી વિસ્‍તાર માટે હેલ્‍મેટ પહેરવામાં છૂટછાટ મળવી જોઈએ, શહેરમાં ઓફીસોનાં કામો વધારે અને લાંબા હોઈ, આના લીધે હેલમેટની ચોરી થવી એ આમ વાત છે, જેથી નાના લોકોને આ સમસ્‍યાનો સામનો કરવો પડે છે, માટે શહેરમાં હેલમેટ પ્રથા દૂર કરવી ખૂબ જ જરૂરી છે, હેલમેટની પ્રથા અને દંડની રકમમાં જે વધારો કર્યો, તેનાથી લોકો ખુબજ દંડાય છે, આ કાળા કાયદાને રદ કરવા અંતમાં માંગ કરેલ છે.

error: Content is protected !!