સમાચાર

‘‘મહા” વાવાઝોડાનો ભય ટળતાં હાશકારો

7ર કલાકથી માચ્‍છીમારો, વહીવટીતંત્રનો જીવ ઊંચક બન્‍યા બાદ

‘‘મહા” વાવાઝોડાનો ભય ટળતાં હાશકારો

વાવાઝોડાએ દિશા બદલતાં હવે માત્ર સામાન્‍ય વરસાદ કે પવન આવે તેવી શકયતાઓ

દિવાળી બાદનાં દિવસોમાં પણ વાવાઝોડાની આગાહીથી પર્યાવરણવિદોમાં આશ્ચર્ય ઉભું થયું છે

અમરેલી, તા. 6

અમરેલી જિલ્‍લા સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રનાં દરિયાકાંઠે ભભમહાભભ વાવાઝોડું ત્રાટકવાની શકયતાઓ હવે દુર થતાં સાગરખેડૂતો, વહીવટીતંત્ર તેમજ દરિયાકાંઠાનાં ખેડૂતો સહિત સૌ કોઈમાં હાશકારાની લાગણી ઉભી     થઈ છે.

છેલ્‍લા 7ર કલાકથી ભભમહાભભ વાવાઝોડાનાં આગમનને લઈને વહીવટીતંત્ર ઘ્‍વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. સાગરખેડૂઓને દરિયામાંથી પરત બોલાવી લેવામાં આવ્‍યા હતા. એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી હતી, અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી હતી તો પેટ્રોલ-ડિઝલનો જથ્‍થો અનામત રાખવામાં આવ્‍યો હતો તો દરિયાકાંઠાનાં ખેડૂતોને ખેતીપાકો સલામત સ્‍થળે ખસેડવાની તાકીદ કરવામાં આવી હતી.

જો કે હવામાન વિભાગે મહા વાવાઝોડાએ દિશા બદલતાં હવે જિલ્‍લાનાં દરિયાકાંઠે સામાન્‍ય પવન સાથે વરસાદ ખાબકવાની શકયતા જણાવતાં સૌ કોઈમાં હાશકારની લાગણી ઉભી થઈ હતી.

error: Content is protected !!