સમાચાર

બાબરામાં ‘મહા’ની અસરથી તોફાની પવન સાથે જોરદાર વરસાદની એન્‍ટ્રી

બાબરા, તા. 6

બાબરામાં ભમહાભ વાવાઝોડાની અસર જોવા મળી હતી. અહિં સમગ્ર પંથકમાં સમીસાંજે જોરદાર ઠંડા પવનના સુસવાટા વચ્‍ચે જોરદાર વરસાદ પડી જતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી કારણ હજુ મોટા ભાગના ખેતરોમાં કપાસ અને શીંગનો પાક ઉભો છે કારણ કે, પુરતા મજુર નહિં મળ્‍યા હોવાથી ખેડૂતોને પોતના મોંઘા પાકને નુકશાનની સહન કરવાનો વારો આવ્‍યો હતો.

બાબરા પંથકમાં મોટા દેવળીયા, ચમારડી,કોટડાપીઠા, વાવડા, ગલકોટડી, કરીયાણા, ફૂલજર સહિતના મોટા ભાગના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ભારે વરસાદ પડી ગયો હતો. જોકે, ભમહાભ વાવાઝોડાની અસરના કારણે અગમચેતીના પગલા રૂપે બાબરા માર્કેટમાં બે દિવસથી રજા જાહેર કરવામાં આવી છે.

 

 

કોટડાપીઠા પંથકમાં કમૌસમી વરસાદથી ખેતીપાકોને નુકસાન

કોટડાપીઠા, તા.6

બાબરા તાલુકાના કોટડાપીઠા, કર્ણુકી, ગરણી, પાનસડા, નવાણીયા, ઉંટવડ, વાવડા સહિતના અનેક ગામોમાં આજે સાંજના પઃ30 થી6:30 સુધીમાં મહા વાવાઝોડાની અસર હેઠળ અંદાજે દોઢ ઈંચ કમૌસમી વરસાદ પડતા કપાસના ઉભા પાકનો સોથ (ભારે નુકસાન) થયેલ છે. તેમજ પશુના ઘાસચારાને ભારે નુકસાન થયેલ છે. આ કમૌસમી વરસાદથી કપાસના પાકને ભારે નુકસાન થયેલ છે.

error: Content is protected !!