સમાચાર

કોઠા પીપરીયા ગામે વેપારીનાં રહેણાંક મકાનમાંથી રૂપિયા ર.પ3 લાખની ચોરી

વિસાવદર દુકાન ધરાવતા વેપારીએ નોંધાવી ફરિયાદ

અમરેલી, તા.6

ધારી તાલુકાના કોઠા પીપરીયા ગામે રહેતા વિસાવદર ગામે ભવાની વેસ્‍ટર્ન નામની દુકાન ધરાવતા જીગ્નેશભાઈ ધીરૂભાઈ સરધારા નામના 30 વર્ષીય વેપારી યુવક ગત રાત્રીના સમયે પોતાના પરિવાર સાથે અલગ અલગ રૂમમાં સૂઈ ગયા હતા. ત્‍યારે કોઈ અજાણ્‍યા ઈસમે એક બંધરૂમનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી લોખંડની બેગમાંથી સોના ચેઈન નંગ-ર કિંમત રૂા. 70 હજાર, સોનાની ડાયમંડ વાળી વીંટી નંગ-1 કિંમત રૂા. 10 હજાર, લાકડાના પટારામાં રાખેલ સૂટકેશમાંથી બે જોડી સોનાની કાનની બુટી કિંમત રૂા. ર6 હજાર, સોનાનો હાર નંગ-1 કિંમત રૂા. 60 હજાર તથા રોકડ રકમ રૂા. 87 હજાર મળી કુલ રૂા.ર,પ3,000ના મુદામાલની કોઈ અજાણ્‍યો તસ્‍કર રાત્રીના 1ર થી આજે સવારે 6 વાગ્‍યા સુધીના સમયગાળા દરમિયાન ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાતા બનાવ અંગે પોલીસે ડોગ સ્‍કવોર્ડ, ફીંગરપ્રિન્‍ટ નિષ્‍ણાંતની મદદ વડે વધુ તપાસ હાથ ધરી છે.

ખોબા જેવડા ગામમાં રૂપિયા અઢી લાખ ઉપરાંતના મુદામાલની ચોરીના બનાવથી ભારે ચકચાર મચી જવા પામી છે.

error: Content is protected !!