સમાચાર

દરિયામાં માચ્‍છીમારી માટે ગયેલ મોટાભાગની બોટો પરત આવી

દરિયામાં માચ્‍છીમારી માટે ગયેલ મોટાભાગની બોટો પરત આવી

અમરેલી જિલ્‍લાનાં દરિયાકાંઠે આગામી કલાકોમાં ‘‘મહા” વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના

મરીન, કોસ્‍ટગાર્ડ સહિતનાં વિભાગોમાં ભારે સતર્કતા

અમરેલી, તા. પ

ગુજરાત પર મંડરાયેલી મહા વાવાઝોડાની આફતને કારણે અમરેલી જિલ્‍લાનાં જાફરાબાદનો દરિયાકાંઠો થોડો રફ જોવા મળી રહૃાો છે. ગઈકાલ કરતા આજે જાફરાબાદનાં દરિયામાં થોડો કરંટ વધુ હોય પવનની ગતિમાં થોડો વધારો થયો હોય અને સમુદ્રી મોજાઓ દરિયા કિનારે અથડાતા હોય તેવા દ્રશ્‍યો જાફરાબાદનાં દરિયાકાંઠે જોવા મળી રહૃાા છે. ત્‍યારે આવતીકાલે રાત્રે અથવા પરમદિવસની વ્‍હેલી સવારે મહા વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના પહેલા જાફરાબાદનો દરિયો રફ જોવા મળી રહૃાો છે.

જાફરાબાદ દરિયાકાંઠેથી ગઈકાલે માછીચારી માટે રવાના થયેલી પ00 જેટલી બોટોને કિનારે લાવવા તંત્રએ ભારે સતર્કતા દાખવીને 400 જેટલી બોટો પરત દરિયા કિનારે લાવવામાં સફળ થઈ છે. હજુ પણ જાફરાબાદના દરિયામાં 100 જેટલી બોટો માછીમારી માટે ગયેલી તેને પરત લાવવા મરીન પોલીસ કોસ્‍ટગાર્ડ ઘ્‍વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આજ સાંજ સુધીમાં તમામ બોટો જાફરાબાદના બંદર કિનારે પહોંચી જશે હાલ માછીમારીમાંથી પરત ફરતી બોટો જાફરાબાદના કિનારા તરફ આગળ વધી રહી છે.

error: Content is protected !!