સમાચાર

જરખીયા ખાતે વીરજવાન સુરેશ રાઠોડની યાદમાં શહીદ સ્‍મારકનું નિર્માણ

અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના જરખીયા ગામનાં રાષ્‍ટ્રપ્રેમને સો-સો તોપની સલામ લાઠી તાલુકાના જરખીયા ગામના શહીદ વીર જવાન સુરેશ મગનભાઈ રાઠોડ, તા.ર8/6/ર017ના રોજ શહીદ થતા તેમના માન સન્‍માનમાં એક શહીદ સ્‍મારકનું જરખીયા ગામે નિમાર્ણ કરવામાં આવેલ તેનું લોકાર્પણ તા.3/11/ર019, રવિવારે સવારે 9:30 કલાકે યોજાયેલ આ લોકાર્પણ સમારોહમાં અમદાવાદથી સી.આર.એફ.ની બટાલીયનના જવાનો, પોલીસ જવાનો તેમજ જરખીયા ગોવિંદપરા, સુરગપરાના અગ્રણીઓમાં સુરત જય જવાન નાગરિક સમિતિના ટ્રસ્‍ટી (વૃક્ષ પ્રેમી) દેવચંદભાઈ જે.કાકડીયા, અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ પ્રમુખ શેઠ મનુભાઈ ગોબરભાઈ કાકડીયા, જીભાઈ વાળા (અમરેલી જિલ્‍લા કોંગ્રેસ અગ્રણી અડતાલા) સરપંચ હરેશભાઈ કાકડીયા, કાળુભાઈવી. શેલડીયા ( મહામંત્રી સુ-સંસ્‍કાર દિપ યુવા મંડળ) કાળુભાઈ પી. કાકડીયા, ઘુસાભાઈ હેરમા, રાવતભાઈ ડેર, મનહરભાઈ એન. કાકડીયા (પ્રમુખ મીરાનગર સોસાયટી-સુરત) રેવાભાઈ (મુખી), ભરતભાઈ સુરતરીયા, વીર શહીદ સુરેશભાઈ રાઠોડના ભાઈ જીતેન્‍દ્રભાઈ મગનભાઈ અને ગૌતમ મગનભાઈ રાઠોડ, માવજીભાઈ રાઠોડ, કાંતિભાઈ રાઠોડ, તેમજ સુરત અમદાવાદ વસતા જરખીયા ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેલ. વીર શહીદ સુરેશભાઈ રાઠોડના શહીદ સ્‍મારક તેમજ તકતી અનાવરણ તેમના માતૃશ્રી હંસાબેન રાઠોડ અને પિતાજી મગનભાઈ ખોડાભાઈ રાઠોડના હસ્‍તે કરાયેલ ઉપસ્‍થિત તમામ જંગી મેદનીએ તેમજ બટાલીયનના ફૌજીઓએ અને પોલીસમેનો દ્વારા વીર શહીદ સુરેશભાઈ રાઠોડના સ્‍મારક પર પુષ્‍પાંજલિ અર્પિત કરેલ. અદબભેર માન સન્‍માન સાથે રાષ્‍ટ્ર ગીતનું ગાન કરવામાં આવેલ તેમજ અમદાવાદથી પધારેલ સી.આર.પી. કમાન્‍ડર વિનોદજી, શેઠ મનુભાઈ જી. કાકડીયા, કાળુભાઈ શેલડીયા દ્વારા શબ્‍દો દ્વારા વીર શહીદ સુરેશભાઈ રાઠોડને પુષ્‍પાંજલિ અર્પણ કરાયેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવચંદભાઈ જે. કાકડીયા દ્વારા કરવામાં આવેલ.

error: Content is protected !!