સમાચાર

લાઠીમાં 1 અને સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 3 ખેડૂતો મગફળી વેચવા માટે આવ્‍યા

વરસાદની આગાહીનાં કારણે

લાઠીમાં 1 અને સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 3 ખેડૂતો મગફળી વેચવા માટે આવ્‍યા

લાઠીમાં 1પ-સાવરકુંડલામાં રપ ખેડૂતોને ટેકાનાં ભાવે મગફળી વેંચવા બોલાવાયા હતા

અમરેલી, તા. 1

અમરેલી જિલ્‍લામાં કારતક મહિનામાં પણ વાતાવરણ પલટાયેલું રહેતું હોય, વરસાદ પડવાની શકયતાને લઈ, ખેડૂતો ભારે ચિંતામાં છે, ત્‍યારે સરકાર ર્ેારા ટેકાનાં ભાવે મગફળી વેંચવા માટે ઓન લાઈન રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ વાતાવરણનાં કારણે લાઠીમાં માત્ર-1 ખેડૂત અને સાવરકુંડલા યાર્ડમાં ચાત્રક ખેડૂતો જ માલ વેંચવા માટે આવ્‍યા હતા.

દિવાળીનાં વેકેશન પૂર્ણ થયા બાદ આજથી અમરેલી જિલ્‍લાનાં માર્કેટયાર્ડો ધમધમતા થયા હતા, પરંતુ વરસાદની શકયતાનાં કારણે ખેડૂતો પોતાનો માલ વેંચવા આવી શકયા નહતા.

લાઠી માર્કેટયાર્ડમાં આજે ઓનલાઈન રજીસ્‍ટર કરાવેલાં 8ર8 પૈકી 1પ જેટલાં ખેડૂતોને મગફળી વેંચવા માટે વહીવટી તંત્રએ બોલાવ્‍યા હતા, પરંતુ યાર્ડમાં આવ્‍યા બાદ વરસાદ ખાબકે તેવી શકયતાઓ જોતાં માત્ર ખેડૂત પોતાની મગફળી લાઠી યાર્ડમાં વેંચવા માટે લાવ્‍યા હતા.

આમ ખેડૂતોએ મહામહેનતે ખેતરમાં પાકની ઉપજ મેળવી હોય, ભારે વરસાદની શકયતાઓને લઈ ખેડૂતો પોતાની જણસ વેંચવા આવતાં પણ ડર અનુભવતાં હોવાનું જાણવા મળ્‍યું છે.

error: Content is protected !!