સમાચાર

સાવરકુંડલાનાં વ્‍યાજખોરનાં બંગલા પર જેસીબી ફરી વળ્‍યું

જાહેર જમીન પર કરેલ દબાણ દુર કરાયું

સાવરકુંડલાનાં વ્‍યાજખોરનાં બંગલા પર જેસીબી ફરી વળ્‍યું

વ્‍યાજંકવાદી ગણાતા મનુભાઈ વાળા અને તેના ર પુત્રો વિરૂઘ્‍ધ ફરિયાદ થતાં તેઓ ત્રણેય ફરાર થઈ ગયા

અનેક પરિવારોનાં મકાન પચાવી પાડનાર શખ્‍સનાં મકાન પર તંત્રનો પંજો પડયો

કલેકટર અને પોલીસ અધિક્ષકની જનલક્ષી કામગીરીથી જનતા જનાર્દનમાં ખુશીનો માહોલ

અમરેલી, તા. રપ

સાવરકુંડલા તાલુકામાં અનેક પરિવારોને આપઘાત કરવા માટે મજબુર કરનારા અને અનેક પરિવારોના ઘર, મિલકતો છીનવી લેનારા કુખ્‍યાત વ્‍યાજંકવાદીએ સરકારની જમીન પર દબાણ કરીને બનાવેલા બંગલાને જિલ્‍લા વહીવટી તંત્ર ઘ્‍વારા ધનતેરસના દિવસે જ તોડી પાડવામાં આવ્‍યો હતો.

આ અંગેની વિગતો આપતા અમરેલીના એસપી નિર્લિપ્‍ત રાયે જણાવ્‍યું કે, સાવરકુંડલામાં રહેતા કુખ્‍યાત શખ્‍સ મનુભાઈ ભીમભાઈ વાળા અને તેના બે પુત્રો લાંબા સમયથી વ્‍યાજંકવાદ કરતા હતા અને તેના કારણે અનેક પરિવારોને આપઘાત કરવાની ફરજ પડી હતી. અનેક પરિવારોના મકાનો સહિત મિલકતો છીનવી લીધી છે. તેની સામે 10થી વધુ ભોગ બનેલા પરિવારો ફરિયાદ નોંધાવવા માટે આગળ આવ્‍યા બાદ પોલીસ ઘ્‍વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને ફરિયાદો નોંધાયા બાદ મનુભાઈ વાળા અને તેના પુત્રો લાંબા સમયથી પોલીસથી બચવામાટે ભુગર્ભમાં છે.

દરમિયાન આરોપીઓએ સરકારી જમીન પર દબાણ કરીને સાવરકુંડલામાં બંગલો બનાવ્‍યો હોવા અંગે અમરેલીના કલેકટર આયુષ ઓક ઘ્‍વારા જમીનની માપણી કરાવીને 48ર.પ7 મીટર જમીન પર દબાણ કરીને બાંધવામાં આવેલા બંગલા પર આજે કડક પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે ધનતેરસ જેવા તહેવારના દિવસે જ જિલ્‍લાના વહીવટી તંત્ર ઘ્‍વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્‍યું હતું. અગાઉ અનેક લોકોના ઘર છીનવી લેનારા શખ્‍શનો બંગલો તહેવારના દિવસે જ તુટયો હતો અને આ પરિવારના સભ્‍યો પણ હાલમાં પોલીસથી બચવા માટે લપાતા છુપાતા ફરી રહૃાાં છે.

error: Content is protected !!