સમાચાર

સાવરકુંડલાનાં બાયપાસ માર્ગનો વર્ષો જુનો પ્રશ્‍ન ઉકેલાતો નથી

છેલ્‍લા એક દાયકાથી રાજકીય આગેવાનો ખાત્રી આપી રહૃાા છે

સાવરકુંડલાનાં બાયપાસ માર્ગનો વર્ષો જુનો પ્રશ્‍ન ઉકેલાતો નથી

અમરેલી-રાજુલા માર્ગ પર દોડતા મહાકાય વાહનો સાવરકુંડલા શહેરમાંથી પસાર થવા મજબુર

સાવરકુંડલા, તા. રપ

સાવરકુંડલા શહેરનો બાયપાસ માર્ગનો પ્રશ્‍ન છેલ્‍લા એકદાયકાથી ઉકેલાતો ન હોય સમગ્ર પંથકનાં વાહનચાલકોમાં નારાજગીનો માહોલ જોવા મળી રહૃાો છે. છેલ્‍લા એક દાયકામાં યોજાયેલ વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં રાજકીય આગેવાનો બાયપાસનો પ્રશ્‍ન દુર કરવાનું વચન આપી રહૃાા છે. બાયપાસ બનાવવાનું ચારેક વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્‍યું હોવા છતાં હજુ સુધી કામ પૂર્ણ થતું નથી. બીજી તરફ રાજુલા નજીક મહાકાય ઉદ્યોગોનાં લીધે મહાકાય વાહનો રાજુલા- સાવરકુંડલા-અમરેલી માર્ગ પર આવન-જાવન કરતાં હોય છે. સાવરકુંડલા શહેરની મઘ્‍યમાંથી વાહનો પસાર થતાં હોય ભુતકાળમાં જીવલેણ અકસ્‍માતો થયા હોય છતાં પણ તંત્ર ઘ્‍વારા ગંભીરતાથી કામગીરી કરવામાં આવતી નથી.  સાવરકુંડલાનાં ધારાસભ્‍ય અને સાંસદે સંયુકતપણે પક્ષપક્ષીથી દુર રહીને બાયપાસનો પ્રશ્‍ન દુર કરવો જોઈએ તેવી માંગ જનતા જનાર્દન કરી રહી છે.

error: Content is protected !!