સમાચાર

આનંદો : બાબરા માર્કેટયાર્ડમાં ર0 હજાર મણ કપાસની આવક થઈ

1175 રૂપિયાનો ભાવ મળતાં ખેડૂતો ખુશ

બાબરા, તા.ર1

બાબરામાં ગત વર્ષની આર્થિક નુકસાની વેઠીને ઉભો થનાર ખેડૂતને આ વર્ષે દિવાળી બરાબર ઉજવી શકે છે. કારણે ચાલુ વર્ષે બાબરા પંથકમાં ખૂબ જ સારો વરસાદ રહેતા ખેડૂતોની વાવણી સફળ થઈ છે અને સોઆની વરસ પાકયું હોવાનું ખેડૂતો જણાવી રહયા છે.

બાબરા માર્કેટીંગ યાર્ડમાં શરૂઆતથી કપાસની સારી આવક જોવા મળી રહી પણ છેલ્‍લા એક પખવાડિયાથી કપાસની આવકમાં સતત વધારો જોવા મળી રહયો છે. કારણે બાબરા પંથકમાં મગફળી અને કપાસની પુષ્‍કળ આવક થઈ રહી. હાલ ખેડૂતો કપાસના ઉતારામાં લાગી ગયા છે અને દિવાળીના પરબનેઉજવવામાં પૂરતા નાણાં મળી રહે તે માટે હાલ બાબરા યાર્ડમાં કપાસના ઢગલા કરી રહયા છે. યાર્ડમાં કપાસની આવક આગલી રાતથી થવા માંડે છે. કારણે દૂર દૂરના ગામડાઓમાંથી ખેડૂતો પોતાનું વાહન કે અન્‍ય ભાડેથી વાહનો લઈ યાર્ડમાં આવી જાય છે અને સવારે હરાજીમાં ભાગ લે છે. અહીં ટ્રેકટર, રીક્ષા, છોટા હાથી સહિતના અન્‍ય વાહનોની લાંબી લાઈનો જોવા મળે છે. યાર્ડમાં સારો કપાસનો ભાવ મળતા ખેડૂતો હરખાતા હરખાતા પોતાના પાકનું પૂરતું વળતર મળ્‍યાનો આનંદ વ્‍યકત કરી રહયા છે.  આજે બાબરા યાર્ડમાં વીસ હજાર મણની આવક જોવા મળી હતી અને ભાવ પણ 1070 થી 1170 સુધી રહેતા ખેડૂતોમાં ભારે આનંદ પ્રસરી ગયો હતો. તેમજ મગફળી, તલ, મગ, અડદ અને ચણાની આવક પણ સરેરાશ 100 મણથી ર00 મણ સુધીની જોવા મળી હતી.

error: Content is protected !!