સમાચાર

અમરેલીમાં દિલીપ સંઘાણી પરિવારને સાંત્‍વનાં પાઠવતાં સંતો અને આગેવાનો

અમરેલી જિલ્‍લા બેન્‍કનાં ચેરમેન દિલીપ સંઘાણીનાં પિતાજી નનુભાઈ સંઘાણીનું નિધન થતાં આજે બેસણું યોજાયું હતું. આ તકે સત્તાધારના મહંત પૂન્નય વિજયબાપુ, દાન મહારાજની જગ્‍યાના મહંત મહાવીરબાપુ તેમજ સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્‍તિતરામબાપુને ખોડલ ખોડિયાર મંદિરના મહંત લવજીબાપુ, પ્રભારી મંત્રી હકુભા જાડેજા, સાંસદ કાછડીયા, રાજકોટના સાંસદ મોહનભાઈકુંડારીયા, મ્‍યુનિસિપલ ફાઈનાન્‍સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ડો વલ્‍લભભાઈ કથીરીયા, વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, જે.વી.કાકડિયા, વિરજીભાઈ ઠુંમ્‍મર, બાવકુભાઈ ઉંધાડ, તેમજ કેન્‍દ્રીય મંત્રી રૂપાલા, અગ્રણી ઉદ્યોગપતિ વસંતભાઈ ગજેરા, પટેલ સંકુલ પ્રમુખ મનુભાઈ કાકડિયા, મોરબીના ધારાસભ્‍ય કાંતિભાઈ અમૃતિયા, સુરતના ધારાસભ્‍ય વી.ડી.ઝાલાવાડીયા, મહુવાના ધારાસભ્‍ય આર. સી. મકવાણા, અને ભાવનગર રેન્‍જ ડી.આઈ.જી અશોક યાદવ, સહિતના લોકો શ્રઘ્‍ધાજંલિ આપવા નિવાસ સ્‍થાને આવેલ હતા.

error: Content is protected !!