સમાચાર

ભારત-જલ-યાત્રા-દિલ્‍હીના ડો. રસ્‍તોગીએ ગજેરા સંકુલમાં જલ-અભિયાનની માહિતી આપી

અમરેલી જિલ્‍લા લેઉવા પટેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ, સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલમં ભારત જલયાત્રાના પ્રણેતા ડો. રસ્‍તોગી પોતાની ટીમ સાથે આવી પહોંચતા સંકુલના નિયામક મનસુખભાઈ ધાનાણીના માર્ગદર્શન તથા ઉપસ્‍થિતીમાં ડો. રસ્‍તોગીએ હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણી તથા પ્રા. હરેશ બાવીશીને તથા ઉપસ્‍થિત વિદ્યાર્થીનીઓ, પ્રાઘ્‍યાપકઓ, સ્‍થાનિક સંચાલકોને જળ જાગૃતિ અભિયાનની પીન અર્પણ કરીને સમગ્ર રાષ્‍ટ્રવ્‍યાપી પાણી-બચાવો તથા અભિયાન, ઝુંબેશમાં સામેલ થવા સંસ્‍થાને આમંત્રણ આપ્‍યું હતું. આ તકે જળ અભિયાનને  લઈને દિલ્‍હીથી પધારેલા ડો. રસ્‍તોગીએ ગજેરા સંકુલની શૈક્ષણિક તથા સાંસ્‍કૃતિક, રમત-ગમત વિગેરે પ્રવૃતિની મુકતપણે પ્રસંશા કરીને વિદ્યાર્થીની બહેનોને ભપાણી-બચાવોભનો સંદેશ આપ્‍યો હતો. ત્‍યારે સંકુલના હોસ્‍ટેલ ડાયરેકટર વલ્‍લભભાઈ રામાણીએજણાવ્‍યું હતું કે દિવાળી વેકશન ખુલતા જ અમો અમારી સંસ્‍થાની હોસ્‍ટેલમાં રહેતી પ000 (પાંચ હજાર) વિદ્યાર્થીની બહેનોને ભપાણી – બચાવોભ અભિયાન અંતર્ગત સમજ આપીને પાણી-બચાવવા પ્રેરણા અને પ્રોત્‍સાહન આપીશું, જળ અભિયાનને પ્રોત્‍સાહન અને પ્રેરણા આપવા માટે નિયામક મનસુખભાઈ ધાનાણી તથા કેમ્‍પસ ડાયરેકટર ચતુરભાઈ ખુંટ, બ્રિજેશભાઈ પલસાણા, મગનભાઈ વસોયા તથા વિદ્યાર્થીની બહેનો ઉપસ્‍થિત રહયાં હતા.

error: Content is protected !!