સમાચાર

અમરેલી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા

દિવાળી નજીકમાં છતાં પણ મેઘાનોમુકામ

અમરેલી સહિત ગ્રામ્‍ય વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા

અમરેલી, તા.19

આગામી અઠવાડિયાથી દિવાળીના તહેવારો શરૂ થવા જઈ રહયા છે. તેમ છતાં પણ વરસાદ લોકોનો કેડો મૂકતો નથી. થોડા દિવસની વરાપ બાદ આજે સાંજે અમરેલી શહેરમાં જોરદાર વરસાદી ઝાપટા પડી જતાં અમરેલી શહેરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો છે.

જયારે અમરેલી તાલુકાના વડેરા, રંગપુર તથા બરવાળા સહિતના ગામોમાં પણ વરસાદ પડયો હતો.

બગસરા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્‍યો હતો. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વરસાદ પડયો હતો.

દિવાળીના તહેવારો નજીકમાં હોય, ખેતરોમાં પાક તૈયાર થઈને પડેલો હોય, અચાનક જ ખાબકેલા વરસાદથી ખેતરોમાં ઢગલો કરેલ તૈયાર પાકને પણ નુકસાન થયાનું જાણવા મળી રહયું છે.

error: Content is protected !!