સમાચાર

રાજુલા પંથકમાં વિદેશી દારૂનાં ગુન્‍હામાં ફરાર આરોપીની અટકાયત કરાઈ

અમરેલી, તા.19

પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લાના તેમજ બહારના જિલ્‍લાના નાસતા-ફરતા આરોપીઓ તેમજ ગુન્‍હાના કામે પકડવાના બાકી આરોપીઓ અંગે માહિતી મળેવી નાસતા-ફરતા આરોપીઓ પકડવા માટે અલગ- અલગ ટીમો બનાવી આરોપીઓ વિરૂઘ્‍ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જિલ્‍લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્‍વયે નાયબ પોલીસ અધિક્ષકકે.જે.ચૌધરી, સાવરકુંડલા વિભાગના ઓના માર્ગદર્શન તળે રાજુલા પોલીસ સ્‍ટેશનના ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર એ.પી. ડોડિયા, તથા હે.કોન્‍સ. મગનભાઈ કાળુભાઈ તથા હે.કોન્‍સ. બહાદુરભાઈ દાનાભાઈ તથા પો.કોન્‍સ. હરપાલસિંહ વિક્રમસિંહ તથા પો.કોન્‍સ. હરપાલસિંહ ગજરાજસિંહ તથા પો.કોન્‍સ. યુવરાજસિંહ જસવંતસિંહ તથા પો.કોન્‍સ. મગનભાઈ નાઓની ટીમ દ્વારા ચોકકસ બાતમી આધારે ઈગ્‍લીશ દારૂના ગુન્‍હાના નાસતા-ફરતા ખુખાર આરોપી શિવા વાલાભાઈ ધાખડાને પકડી પાડી ધરપકડ કરી રીમાન્‍ડ             મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

error: Content is protected !!