સમાચાર

આનંદો : બાબરા માર્કેટયાર્ડમાં કપાસની ભરપુર આવક

કપાસનો મણનો ભાવ રૂપિયા 1100 મળતાં ખેડૂતો ખુશ

આનંદો : બાબરા માર્કેટયાર્ડમાં કપાસની ભરપુર આવક

1ર000 મણ કપાસની આવક યાર્ડમાં થતાં વાહનોની કતાર લાગી

વેપાર-ધંધામાં મંદીનાં માહોલ વચ્‍ચે કૃષિક્ષેત્રે પુરતા ભાવ મળતાં હાશકારો

બાબરા, તા. 18

બાબરા માર્કેટીંગયાર્ડમાં છેલ્‍લા એક સપ્‍તાહથી કપાસની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહૃાો છે. દિવાળીનો તહેવાર નજીકમાં હોય ત્‍યારે ખેડૂતો ઘ્‍વારા કપાસ માર્કેટીંગયાર્ડમાં ઠાલવવામાં આવી રહૃાો છે. જો કે ખેડૂતોને ભાવ પણ સારા      મળતા ધરતીપુત્રોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.

બાબરા પંથકમાં ગત વર્ષે ચોમાસુ નકળુ રહેતા ખેત ઉત્‍પાદનમાં ભારે ઘટાડો જોવા મળ્‍યો હતો.    મગફળી અને કપાસનો પાક માત્ર નહિવત થવા પામ્‍યો હતો. જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્‍યો હતો પણ ચાલું વર્ષે ચોમાસુ ખૂબ જ સારૂં રહેતા ખેત ઉત્‍પાદનમાં ખૂબ જ વધારો જોવા મળ્‍યો છે. કપાસ તેમજ મગફળીનું મોટા પ્રમાણમાં ઉત્‍પાદન થયું છે. ત્‍યારે હાલ ખેડૂતો ખેતરોમાં કપાસ અને        મગફળીની સીઝનમાં લાગી ગયા છે અને કપાસનો ઉતારો લઈ સીધામાર્કેટીંગયાર્ડમાં ઠાલવી રહૃાા છે. કારણ કે દિવાળીના તહેવારને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહૃાા છે. તહેવારની સારી ઉજવણી કરવા માટે ખેડૂતોને નાણાની જરૂર છે માટે હાલ કપાસ વેચવા લાંબી લાઈનો લગાવી રહૃાા છે.

હાલ બાબરા માર્કેટીંગ યાર્ડમાં કપાસની જોરદાર આવક જોવા મળી રહી છે. વાહનોની લાંબી લાઈનો લાગી છે. હાલ બાબરા યાર્ડમાં કપાસની આવક 1ર હજાર મણની જોવા મળી હતી તેમજ ભાવ પણ 1100 રૂપિયા રહેતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.

 

error: Content is protected !!