સમાચાર

આનંદો : બરવાળા બાવળ ગામનો પાણી પ્રશ્‍ન થયો દુર

ઘણા વર્ષોથી ગામજનો પીવાના પાણી માટે પરેશાન હતા

આનંદો : બરવાળા બાવળ ગામનો પાણી પ્રશ્‍ન થયો દુર

ભૌગોલિક દ્રષ્‍ટિએ પાણી પહોંચાડવું મુશ્‍કેલ હોય ધારાસભ્‍ય ધાનાણીએ પ્રશ્‍ન હાથ પર લીધો

ખાસ કેસમાં જેતપુરનાં અમરનગર ખાતેથી 4પ00 મીટરની પાઈપલાઈન મંજુર થઈ

અમરેલી, તા. 17

અમરેલી જિલ્‍લાનાં વડીયા તાલુકાનું છેવાડાનું ગામ બરવાળા બાવળ ગામનો વર્ષો જુનો પ્રશ્‍ન ધારાસભ્‍ય પરેશ ધાનાણીની રજૂઆતથી હલ થતાં ગામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

વિગત એવા પ્રકારની છે કે, બરવાળા બાવળ ગામને છેલ્‍લા વર્ષોથી અમરેલી પાણી-પુરવઠા વિભાગ ઘ્‍વારા જંગર ખાતેપાણી પહોંચતું કરવામાં આવતું હતું. પરંતુ છેવાડાનું ગામ હોવાથી પુરતા પ્રમાણમાં પાણી પહોંચતું ન હોય ગામજનો પીવાના પાણીની સમસ્‍યાને લઈને ચિંતિત હતા.

દરમિયાનમાં યુવા ધારાસભ્‍ય અને વિપક્ષી નેતાએ ઉચ્‍ચકક્ષાએ રજૂઆત કરતાં રાજકોટનાં અધિક્ષક ઈજનેરે બરવાળા બાવળ ગામને જેતપુરનાં અમરનગરથી પાણી પહોંચાડવા માટેની મંજુર આપતાં આગામી દિવસોમાં 4પ00 મીટરની પાઈપલાઈન માટે રૂપિયા 18 લાખ જેવી રકમ મંજુર કરતાં બરવાળા બાવળનાં ગામજનોએ ધારાસભ્‍ય પરેશ ધાનાણીને ખોબલે-ખોબલે અભિનંદન પાઠવ્‍યા હતા.

error: Content is protected !!