સમાચાર

અમરેલીની 108ની ટીમે ર1 દિવસની બાળકીને પુનર્જીવન આપ્‍યું

108ની ટીમે આગવી સુઝબુઝથી બાળકીનું બંધ હૃદય પુનઃ ધબકતું કર્યુ

અમરેલીની 108ની ટીમે ર1 દિવસની બાળકીને પુનર્જીવન આપ્‍યું

108એ ભગવાન બનીને મારી લાડકીમાં પ્રાણ પુર્યા : બાળકીના માતા કાજલબેન

અમરેલી તા. 17

કહેવાય છે કે જીવન અને મૃત્‍યુ એ ઉપરવાળાના હાથમાં છે, એને કયારેય કોઈ ટાળી શકતું નથી. પરંતુ જયારે ચમત્‍કાર બને છે ત્‍યારે કુદરતનો આ નિયમ તૂટતો હોય એવું લાગે છે. અમરેલીમાં એક એવી જ ઘટના સામે આવી છે જેમાં 108ની ટીમે ર1 દિવસની બાળકીને પુનર્જીવન       આપ્‍યું છે.

અમરેલીના કુંકાવાવ રોડ પરના એકરહેણાંક વિસ્‍તારમાંથી 108ને મોડી રાત્રે ફોન દ્વારા માહિતી મળી કે નજીકમાં રહેતા એક ગરીબ પરિવારની ર1 દિવસની બાળકીને તાવ આવતો હતો અને હાલ બેશુદ્ધ અવસ્‍થામાં છે. 108ના ફરજ પરના કર્મચારી ઈએમટી સાગરભાઈ મકવાણા તથા પાઈલોટ અકબરભાઈ પરમાર તાત્‍કાલિક સ્‍થળ પર પહોંચી બાળકીની તપાસ કરતા જાણવા મળ્‍યું હતુ કે બાળકીના હૃદયના ધબકારા તથા શ્વાસ ન હતો. બંને કર્મચારીઓએ પોતાની આગવી સુઝબુઝ અને જીવીકે ઈએમઆરઆઈ હેડક્‍વાર્ટરમાં રહેલ ઈમરજન્‍સી ફિઝિશિયનની સલાહ મુજબ બાળકીને તાત્‍કાલિક કૃત્રિમ શ્વાસ તથા છાતી પર દબાણ આપતા એમ્‍બ્‍યુલન્‍સમાં જ બાળકીના શ્વાસોશ્વાસની પ્રક્રિયા શરૂ થઈ હતી. આ પરિસ્‍થિતિમાં વધુ સારવાર માટે બાળકીને અમરેલી સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્‍યારબાદ વધુ સારવાર અર્થે અમરેલીની સ્‍થાનિક ખાનગી હોસ્‍પિટલમાં બાળકીને સારવાર આપવામાં આવી રહી છે.

ર1 દિવસની બાળકીને પુનર્જીવન આપવા બદલ બાળકીના માતા કાજલબેને તથા સગાસંબંધીઓએ બે હાથ જોડીને 108 ઈમરજન્‍સી સેવાનો આભાર માનતા જણાવ્‍યું હતું કે, રાજય સરકારની 108ની ઇમરજન્‍સી સેવા અમારા માટે ભગવાન બનીને આવી અને અમારી લાડકીમાં પ્રાણ પુર્યો છે જેનું ઋણ અમે કદી ચૂકવી શકીશું નહીં. અમારી આર્થિક પરિસ્‍થિતિ પણ ખુબ જ     નબળી હોવાથી આરોગ્‍યનીબીજી કોઈ ખાનગી સેવા લેવા અમે સઘ્‍ધર ન હતા પરંતુ 108ની ટીમ અમારી વ્‍હારે આવી અમારી લાડકીનો જીવ બચાવીને અમારા ઉપર ખુબ મોટો ઉપકાર        કર્યો છે.

108ની ટીમના અકબરભાઈ અને સાગરભાઈએ જણાવ્‍યું હતું કે રાજય સરકારની 108ની સેવામાં જોડાયા બાદ લોકસેવા કરવાની તક મળી છે ત્‍યારે અમે સરકારના ખુબ જ આભારી છીએ. આજે રોજગારીની સાથે સાથે ગરીબોની સેવા કરવાનો આનંદ અને પુણ્‍ય પણ કમાવા મળે છે. લોકો તરફથી મળતા લાગણીસભર અઢળક આશીર્વાદ અમને અમારી સેવાને વધુમાં વધુ સુદ્રઢ બનાવવા પ્રોત્‍સાહન પૂરૂ પાડે છે. આ બાળકીનો જીવ બચાવીને અમે ધન્‍ય થયા છીએ. અમે વિકટ પરિસ્‍થિતિમાં પણ કોઈ વ્‍યક્‍તિતનો જીવ બચાવવામાં સહભાગી બન્‍યાનો સંપૂર્ણપણે સંતોષ મળે છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે સમગ્ર ગુજરાત રાજયમાં અકસ્‍માત કે આપતિના સમયે ઇજાગ્રસ્‍ત કે પછી બિમાર વ્‍યક્‍તિતઓને તાત્‍કાલિક સારવાર પૂરી પાડતી 108 ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવા લોકો માટે એક સંજીવની સમાન બની ગઇ છે. 108 ઇમરજન્‍સી એમ્‍બ્‍યુલન્‍સ સેવા દરેક પરિસ્‍થિતિમાં વ્‍યક્‍તિતઓને તાત્‍કાલિક સારવાર પૂરી પાડે છે.

error: Content is protected !!