સમાચાર

રાજુલામાં ડો. પી.પી. મુછડીયા એટલે દર્દી નારાયણ માટે સેવાની ન્નયોત

છેલ્‍લા રર વર્ષની સર્જીકલ હોસ્‍પિટલ ધમધમે છે

રાજુલા, તા.17

અંતિમધામ રાજુલાના મહંત શ્રી શંભુગર મહારાજના પૌત્ર સુજલગીરી મનોજગીરી ગૌસ્‍વામી (ઉ.વ.1પ)ને સખત દુઃખાવો થતા હોસ્‍પિટલ લાવતા તેમને તપાસતા ભટોરઝન-ટેસ્‍ટીઝભ (તઃચ્‍(ય્‍:દ્યઢત્‍ભ્‍(ત્‍ય્‍() નું નિદાન થયું સામાન્‍ય રીતે આ બહુ જોવા મળતું નથી. જેનું નિદાન અને ઓપરેશન તુરત જ કરવા પડે છે. જેમાં ગોળી પોતાની ધરી ઉપરથી ફરી જાય છે. તેને લોહી મળતું બંધ થઈ જાય છે. દર્દીને તાત્‍કાલિક દાખલ કરી તુરત જ તેનું ઓપરેશન કરી દર્દીને કાયમ માટે આ તકલીફમાંથી મુકત કરી એક આર્શીવાદ જેવું માનવતાવાદી કાર્ય ડો. પી.પી.મુછડીયાએ કર્યુ છે.સારવાર, ઓપરશેનએ તો ડોકટરોનું કાર્ય છે. પરંતુ આજના જમાનામાં માની પણ ન શકાય તે રીતે ડો. મુછડીયાએ શંભુગર મહારાજના પરિવાર પાસેથી એક પૈસો પણ લીધો નથી. સાચી માનવસેવાનું ઉતમ ઉદાહરણને. પી.પી. મુછડીયાએ પુરૂ પાડેલ છે.

error: Content is protected !!