બ્રેકીંગ ન્યુઝ

ભરતી પ્રક્રિયાની પરીક્ષા રદ્ય કરવાના વિરોધમાં ધરણા, રેલી બાદ આવેદનપત્ર પાઠવ્‍યું

ભાજપ સરકાર બેરોજગાર યુવાનોની મશ્‍કરી કરવાનું બંધ કરે

અમરેલીમાં કોંગીજનોએ ભરતી પ્રક્રિયાની પરીક્ષા રદ્ય કરવાના વિરોધમાં ધરણા, રેલી બાદ આવેદનપત્ર પાઠવ્‍યું

અમરેલી, તા.1પ

અમરેલી જિલ્‍લા કોંગ્રેસ દ્વારા ગુજરાત સરકાર દ્વારા બિન સચિવાલય કલાર્ક તેમજ ઓફિસ આસિસ્‍ટન્‍ટની ભરતી પ્રક્રિયાની પરીક્ષા રદ કરી લાખો બેરોજગાર યુવાનોના ભાવિ સાથે કરેલા અન્‍યાયના વિરોધમાં ધરણા, રેલી અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ 10 થી 1 વાગ્‍યા સુધી ડો. જીવરાજ મહેતા ચોક, અમરેલી શહેર ખાતે યોજાયો. આ કાર્યક્રમમાં અમરેલી નગરપાલિકાના વિપક્ષી નેતા સંદીપ ધાનાણી અમરેલી જિલ્‍લા કોંગ્રેસ મહામંત્રી જનક પંડયા અમરેલી જિલ્‍લા લોક સરકાર ઈન્‍ચાર્જ એડવોકેટ સંદીપ પંડયા અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ નિરાભાઈ અખબરી, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, મહામંત્રી વિપુલ પોંકીયા, દિનેશ ભંડેરી, અમરેલી શહેરના વેપારી અગ્રણી જીતુભાઈ ગોળવાળા, નગરપાલિકા સદસ્‍યા હંસાબેન જોષી, બી.કે. સોલિયા, ચંદુ બારૈયા, યુવક કોંગ્રેસના ભાવેશ પીપળીયા, દેવરાજ બાબરીયા, ભાવિન ત્રિવેદી, સુભાષ જાદવ, ઓબીસી સેલના નારણ મકવાણા, જમાલ મોગલ, જિલ્‍લા મીડિયા સેલ પ્રમુખ શરદ મકવાણા, જે.પી.સોજીત્રા, એનએસયુઆઈના જિલ્‍લા ઉપપ્રમુખ હિરેન ટીમાણીયા, વસંત કાબરીયા, દિનેશ તારપરા, હરપાલ બારડ, હાર્દિક બડમલીયા, અક્ષય કોટડીયા, મકવાણા વિનય, સોહિલ ભટ્ટી, હરેશ ભીલ, નીતિન ગોંડલીયા સહિતના જિલ્‍લા કોંગ્રેસના તમામ હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સેલ ફ્રન્‍ટલના પ્રતિનિધિઓ તથા તમામ કોંગ્રેસના કાર્યકરો અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા.

error: Content is protected !!