સમાચાર

સા.કુંડલાનાં દરબારગઢમાં આવેલ સીટી સર્વે સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ કચેરી રીપેરીંગમાંગે છે  

સાવરકુંડલામાં દરબારગઢમાં જૂની મામલતદાર ઓફિસની નીચે અને નગરસેવા સદનની સામે આવેલ સીટી સર્વે કચેરી પડું પડું થઈ છે, ઓફિસની અંદર સ્‍લેબમાં મોટા ગાબડા નીચે લાદી ઉખડી ગઈ છે અને સ્‍લેબમાંથી રીતસર પાણીની ધારાવહી થાય અને અગત્‍યનાં ડોકયુમેન્‍ટ, કમ્‍પ્‍યુટર વગેરેને નૂકસાન ન થાય, તે રીતે બીજી જગ્‍યાએ મૂકવા જવું અને લેવાં જવું પડે છે અને નીચે જમીનમાંથી જીવજંતુ આખી ઓફિસમાં ફેલાઈ જાય છે, આમાં અધિકારીઓને શું સમજવું ? પી.ડબલ્‍યુ.ડી. બાંધકામ શાખાનાં અધિકારી આ ઓફિસની મુલાકાત લઈ, સ્‍થળ પર રીપેરીંગ માટે ઓર્ડર આપે, તેમ સાવરકુંડલાની પ્રજા ઈચ્‍છી રહી છે.

error: Content is protected !!