સમાચાર

ખેડૂતોને કપાસનાં પોષણક્ષમ ભાવો મળતા ન હોય નિરાશાનો માહોલ

ખેડૂતોની આવક બમણીને બદલે અર્ધી થઈ ગઈ

ખેડૂતોને કપાસનાં પોષણક્ષમ ભાવો મળતા ન હોય નિરાશાનો માહોલ

માર્કેટયાર્ડમાં દુર-દુરથી આવતા ખેડૂતોમાં નારાજગીનો માહોલ

અમરેલી, તા.9

અમરેલી, સાવરકુંડલા, રાજુલા, બાબરા, લાઠી, ધારીસહિતના એપીએમસી ખાતે કપાસના પ્રથમ ચરણમાં કપાસનાં ઢગલાઓ યાર્ડના ગ્રાઉન્‍ડમાં થયા છે. હાલ પ્રથમ તબક્કામાં થયેલ કપાસની મબલખ આવક જોતા આગામી દિવસોમાં કપાસની આવક બે ત્રણ વધવાની શકયતાઓ દેખાઈ છે. ત્‍યારે ગામડાઓમાંથી આવતા ખેડૂતોને કપાસનાં પુરા ભાવો મળતા ન હોવાનો વસવસો વ્‍યકત ખેડૂતો કરી રહયા છે.

ગતરાત્રીના આવેલ ખેડૂતોને ર4 કલાકે પણ વારો નથી આવ્‍યો ત્‍યારે સરકાર દ્વારા ખેડૂતોને બમણી આવક થવાની વાતો કરવામાં આવે છે. પણ હાલ પ્રથમ ચરણમાં થયેલ કપાસની આવકમાં આજે 400 થી લઈને 800 સુધીના જ ભાવો ખેડૂતોને મળતા ખેડૂતોમાં નિરાશાઓ જોવા મળી છે. ને 1પ00ના ભાવની માંગ ખેડૂતો કરી રહયા છે. તો ગીરના ગામડાઓમાંથી છેક એપીએમસી સુધી સારા ભાવોની આશાએ આવેલ ખેડૂતો નિશાસા      નાખે છે.

આજે પ્રથમ ચરણમાં સારા કપાસના ભાવો પણ 800 રૂપિયા જ ખેડૂતને મળી રહયા છે. પાપડીનો ભાવ ર હજાર છે. તો કપાસના પુરતા ભાવો નથી મળતાને સરકાર લોલમલોલ ચલાવી રહી છે ને સરકારે ખેડૂતો સાથે છેતરપીંડી કરી હોવાનો ખેડૂતો અહેસાસ કરી રહયા છે. ત્‍યારે એપીએમસીના જોઈન્‍ટ સેક્રેટરી મુકેશ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે હાલ કપાસની 14 થી 1પ હજાર મણની આવક છે. 3પ0 ઉપરાંતના વાહનો આવ્‍યા છે ને પોટલાઓ ર00ઉપરના યાર્ડમાં આવ્‍યા છે. ત્‍યારે છેલ્‍લા બે અઠવાડિયાથી અવિરત વરસાદથી પલાળેલા નબળા કપાસની આવક થઈ છે ને સારા કપાસની 116પ સુધીનો ભાવ એપીએમસીમાં વેચાઈ છે.

error: Content is protected !!