સમાચાર

દામનગરમાં આખલાઓનાં આતંકથી શહેરીજનોમાં ફફડાટ

વિશાળ વહીવટીતંત્રની નિષ્‍ક્રીયતા સામે નારાજગીનો માહોલ

દામનગરમાં આખલાઓનાં આતંકથી શહેરીજનોમાં ફફડાટ : શાસકો આળશ ખંખેરે

લુહાર શેરી, વાણીયા શેરી, સરદાર ચોક સહિતનાં વિસ્‍તારોમાં પરેશાની

દામનગર, તા. 9

દામનગર શહેરમાં ઘણા મહિનાઓથી આખલાઓ બેફામ બનતા શહેરીજનોમાં ફફડાટ ફેલાયો હોય પાલિકાનાં શાસકો આળશ ખંખેરે તેવી માંગ ઉભી થઈ છે.

દામનગર શહેરમાં વાણિજય બજારનું હાર્દ ગણાતું અજમેરા શોપીંગ સેન્‍ટરમાં રપ0થી વધુ દુકાનો ધરાવતા શોપીંગ સેન્‍ટરના મુખ્‍ય પ્રવેશ પાસે કાયમી અડીંગો જમાવતા આખલાનો આતંક કયારે હડી કાઢે કોઈ વાહનને ઉલાવવું સામાન્‍ય બની રહૃાું છે. દામનગર શહેરમાં વર્ષોથી ઢોર પુરવાનો ડબ્‍બો પડીને મેદાન થયો છે. સ્‍થાનિક પાલિકા તંત્રની જવાબદારી છે પણ નિભાવે તો ને ? શહેરમાં કચેરી ચોક, લુહાર શેરી, વાણીયા શેરી, સરદાર ચોક, અજમેરા શોપીંગ, જુની શાકમાર્કેટ વિસ્‍તાર તો આખલાની રીતસરની બજારો ભરાતી હોય તેવા દ્રશ્‍યો જોવા મળે છે. આખલાનાં આતંકથી અનેક વખત અકસ્‍માતો બને છે. પાલિકા તંત્ર આ રેઢીયાર પશુઓમાટે નિયમન કરી ફરજ બજાવી અને શહેરીજનોને સુરક્ષાનો અહેસાસ કરાવે તે જરૂરી છે.

error: Content is protected !!