સમાચાર

સાવરકુંડલા અને ખાંભા પંથકમાં વરસાદી માહોલ : વૃક્ષ ધરાશયી

શરદપૂનમ નજીક છતાં પણ મેઘાવી માહોલ

સાવરકુંડલા અને ખાંભા પંથકમાં વરસાદી માહોલ : વૃક્ષ ધરાશયી

અમરેલી, તા.9

નવરાત્રીનાં નવા દિવસો પણ પૂરા થયા છતાં ચોમાસાની ઋતુ અવિરતપણે શરૂ રહેવા પામેલ છે. આજે ખાંભા તથા આજુબાજુના ગીરકાંઠાના વિસ્‍તારમાં વરસાદ પડયો હતો.

તોસાવરકુંડલા તાલુકાના વીજપડી નજીક આવેલ હાડીડામાં પણ સમી સાંજના સમયે વરસાદ પડતા ગામમાં અંધારપટ છવાયો હતો. ઉપરાંત સાવરકુંડલા- મહુવા માર્ગ વચ્‍ચે એક ઘટાટોપ વૃક્ષ વરસાદનાં કારણે ધરાશયી થતાં આ માર્ગ બંધ થયો હતો. જેને લઈ વાહનોની કતાર થઈ જવા પામી હતી.

error: Content is protected !!