સમાચાર

અમરેલી જિલ્‍લામાં દશેરા પર્વે લાખો રૂપિયાનાં ફાફડા-જલેબીનું વેચાણ

રોજબરોજની ચિંતા છોડી જનતાએ ભરપેટ મોજ કરી

અમરેલી જિલ્‍લામાં દશેરા પર્વે લાખો રૂપિયાનાં ફાફડા-જલેબીનું વેચાણ

અનેક પ્રકારની મીઠાઈનું પણ ભરપૂર વેચાણ

આંબરડી, તા.9

દશેરાના તહેવારે ફાફડી, જલેબી સાથે મીઠાઈના સ્‍વાદ વિના અધૂરો ગણાય ત્‍યારે અમરેલી જિલ્‍લામાં કરોડોના જલેબી ફાફડાનું થઈ ગયું વેચાણ. જિલ્‍લામાં વિવિધ જગ્‍યાઓ પર લાગ્‍યા હતા સ્‍ટોલ. ભાવોમાં વધારો છતાંય લોકોએ ઉત્‍સાહ પૂર્વક આરોગી મીઠાઈ.

જિલ્‍લા સહિત રાજય અને દેશભરમાં વિજયા દશમી એટલે દશેરાનો તહેવાર ઉત્‍સાહ પૂર્વક યોજાઈ ગયો. આ તહેવારમાં ફાફડી અને જલેબી જેવા ફરસાણ અને મીઠાઈનીજયાફત માણવાની વર્ષો જૂની પરંપરા છે.

પરંતુ આ વર્ષે ફાફડી અને જલેબીના ભાવો આસમાને પહોંચી ગયા છે. ચોખ્‍ખા ઘીની વિવિધ આઈટમોની કિંમતની દ્રષ્‍ટિએ જોઈએ તો કાજુ બદામ જેવા ડ્રાયફુટ કરતા પણ વધુ છે. તેમ છતાં એક અંદાજ મુજબ જિલ્‍લા વાસીઓ સરેરાશ લાખો કિલો જેટલા ફાફડા જલેબી ઝાપટી ગયાનો અંદાજ છે.

જો એક માત્ર સાવરકુંડલાના આંબરડી ગામે ફરસાણ અને મીઠાઈઓ 68ર કિલો (3પ મણ)નો ઉપાડ થયો હોય તો જિલ્‍લાની દોઢ લાખની જનતા અંદાજે લાખો કિલો ફરસાણ, મીઠાઈ આરોગી ગયા હોય શકે.

ખાસ કરીને ખાવાના અને સ્‍વાદના શોખીન એવા અમરેલી જિલ્‍લા વાસીઓ ગરમા ગરમ સ્‍વાદ માણવા તત્‍પર બન્‍યા હતા. જલેબી, ફાફડી સાથે કચોરી, ચોળાફળી, સમોસા, સાટા, મલાઈ પેંડા, સોન પાપડી સહિત વિવિધ પ્રકારની મીઠાઈઓની જયાફત જિલ્‍લા વાસીઓએ માણી હતી.

જો કે આંબરડી ગામે વેપારીઓએ મીઠાઈ અને ફરસાણ અન્‍યની સરખામણી કરતા ઉચ્‍ચ કવોલીટી અને સસ્‍તા ભાવે વહેંચી હતી. જેથી લોકોએ વધુમાં વધુ મીઠાઈનો સ્‍વાદ માણ્‍યો હતો.

error: Content is protected !!