સમાચાર

અમરેલીમાંગિરાસદાર રાજપૂત સમાજ દ્વારા શસ્‍ત્ર પૂજન કરાયું

ગિરાસદાર રાજપૂત સમાજ અમરેલી દ્વારા આર.ડી. ઝાલા (પૂર્વ આઈ.પી.એસ.)ના અઘ્‍યક્ષ સ્‍થાને શસ્‍ત્ર પૂજન, તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન તથા પારિવારિક સ્‍નેહમિલનનો કાર્યક્રમ શ્રી દાદા ભગવાન ત્રિમંદિર અમરેલી ખાતે તા.8/10ને મંગળવાર દશેરાના પવિત્ર દિવસે યોજાયેલ હતો. ઉપરોકત કાર્યક્રમમાં આર.ડી. ઝાલાએ ક્ષત્રિયોના સદગુણ, સંસ્‍કાર, પરાક્રમ જેવા ગુણોને લીધે સમાજમાં સન્‍માનનીય સ્‍થાન મેળવે છે તે જાળવવા દરેક ક્ષત્રિયમાં ઉતમ લક્ષણો હોવા પર ભાર મૂકયો હતો. અજિતસિંહ ગોહીલ (પ્રિન્‍સિપાલ)એ શસ્‍ત્રપૂજનનું મહત્‍વ, પરંપરા વિશે સમજાવી આ પરંપરા ક્ષત્રિયોએ જાળવવા વિનંતી કરી હતી. આર.ડી. જાડેજા (પ્રિન્‍સિપાલ આઈ.ટી.આઈ. લાઠી)એ વિદ્યાર્થીઓને ઔદ્યોગિક તાલીમ આપવા તથા તેના ભવિષ્‍યની ઉજજવળ કારકિર્દી માટે અપીલ કરી હતી. દિગ્‍વિજયસિહ ગોહીલ (લાઠી)એ વિદ્યાર્થીઓના શિક્ષણ પર ભાર મૂકતા પાયો મજબૂત કરવા જણાવ્‍યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા ચિતલથી ચંદ્રસિંહ સરવેયા તથા સુખદેવસિંહ ઉપસ્‍થિત રહયા હતા. લાઠીથી ડો. લવકુમારસિંહજી ગોહીલ, મનોહરસિંહ ગોહીલ, એચ.કે. ગોહીલ ઉપસ્‍થિત રહયા હતા. આ કાર્યક્રમમાં વિક્રમસિંહ ઝાલા (પૂર્વ પ્રમુખ), ઘનશ્‍યામસિંહ રાણા, મોહનસિંહ જાડેજા, દિલાવરસિંહ ગોહીલ(લાકડીયા), મહેન્‍દ્રસિંહ ગોહીલ (લાઠી) જે.એલ. ઝાલા (પી.એસ.આઈ. અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશન), બળદેવસિંહ ગોહીલ, ડો. દિગ્‍વિજયસિંહ ગોહીલ, પ્રો. ડો. બળભદ્રસિંહ ચુડાસમા ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમમાં પરંપરાગત શસ્‍ત્રપૂજન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ તેજસ્‍વી વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમને અને પરંપરાગત રાસ ગરબાનું આયોજન કરેલ હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. ડો. બળભદ્રસિંહ ચુડાસમા (મહિલા કોલેજ અમરેલી)એ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા યુવાનો સંજયસિંહ રાયજાદા, કુલદીપસિંહ રાણા, વીરદિપસિંહ ગોહીલ, અજયસિંહ રાઠોડ, પ્રદ્યુમનસિંહ ગોહીલ, રાજવીરસિંહ ઝાલા, જયપાલસિંહ જાડેજા, રાજેન્‍દ્રસિંહ જાડેજા, દિપસિંહ રાઠોડે જહેમત ઉઠાવી હતી. પાર્થરાજસિંહ સરવેયા કાર્યક્રમને અંતે આભારવિધિ ભગીરથસિંહ જાડેજાએ કરી હતી.

error: Content is protected !!