સમાચાર

રાજકીય આગેવાનો અને ભુમાફિયાઓ દ્વારા કરાયું કારસ્‍તાન

બાબરામાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાની રજૂઆત

બાબરા-ચમારડી માર્ગ પર આવેલ અતિ કિંમતી જમીન બનાવટી દસ્‍તાવેજનાં આધારે પચાવી પાડયાની રજૂઆત

તટસ્‍થ તપાસ થશે તો અનેક વ્‍હાઈટ કોલર માથે કાનૂની કાર્યવાહીની શકયતાઓ જોવા મળી રહી છે

અમરેલી, તા. 8

અમરેલી જિલ્‍લામાં સરકારી પડતર કે ગૌ-ચરની જમીનમાં વ્‍યાપક પ્રમાણમાં દબાણ થતું હોવાની ફરિયાદ છાશવારે થતી હોય છે. પરંતુ ભુમાફિયાઓ હવે ખાનગી માલિકીની જમીન પણ પચાવી પાડતા હોય તેવો કિસ્‍સો બહાર આવતા અને આ પ્રકરણની તપાસ કરવાનાં આદેશથી ભારે ચકચાર મચી ગઈ છે.

તાલુકદાર દરબાર અને બાબરા પરગણાનાં ગિરાસદાર સ્‍વ. રાણીંગભાઈ જીવાભાઈ વાળા ઘ્‍વારા પોતાના કુંવરી સ્‍વ. આઈબાબેન રાણીંગભાઈ વાળાને તા. ર/6/19ર4નાં રોજ રજીસ્‍ટર વિલ આધારિત આપેલી હોવાના આધારો અરજ સાથે તેમના વારસદાર પૌત્ર નાથુભાઈ ઘોહાભાઈ બસિયાએ અરજમાં જણાવી અને જમીનમાં ખોટી રીતે કબ્‍જો કરનારા લોકોએ આ જમીનનો સર્વે નં. 47 જમીન બતાવી કાગળો બનાવી લીધાની હકીકત સાથે તેમના વડવાએ આપેલી ખડાવાળ તથા વાડાની જમીનમાં નોંધ નંબરો રર43, ર7ર0, પ303થી નોંધો પાડી ખોટા કાગળો બનાવી લીધા સહિત ત્‍યાં ખેતી લક્ષી જમીન નહીહોવા છતાં અને અન્‍ય કોઈની ગિરાસદારી મિલ્‍કત નહી હોવાનું જણાવી આ ખડાવાળ/વાડાની જમીનના ખરા માલિક પોતે હોવાની કહી ખોટા કાગળો આધારિત જમીન નોંધ નંબર ર7ર0 સહિત ખોટું રેકર્ડ ઉભું કરનારા અને ગામ નમૂના નંબર 6માં પાડેલ નોંધો સહિતના વ્‍યવહારો રદ કરવા અને તમામ સામે કાયદેસર પગલા ભરવા માંગ ઉઠાવી છે.

આ બાબતે મુખ્‍યમંત્રી, મહેસુલ મંત્રી, ગુજરાત તકેદારી આયોગ, કલેકટર, નાયબ કલેકટર, સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર, જીલ્‍લા પોલીસ અધિકારી સુધી અરજદાર ઘ્‍વારા થયેલી સાધનિક કાગળો સાથે રજૂઆત કરતાં સ્‍થાનિક મામલતદાર તરફે તપાસ હાથ ધરવા અને સાધનીક કાગળો તૈયાર કરવા સહિત સ્‍પષ્‍ટ અભિપ્રાય સહ દરખાસ્‍ત પ્રાંત અધિકારી મારફત મોકલી આપવા જણાવવામાં આવ્‍યું છે.

એકંદરે આ જમીનનો મોટી રકમમાં રાજકીય બાબુએ સોદો કર્યાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ જમીન મુદે માલિકી અરજ કરનારા ઘ્‍વારા  પોતાની અરજમાં જણાવ્‍યું નથી અને માત્ર જમીન ઉપર ખોટી રીતે કબ્‍જો કરનારા કૌભાંડી સામે પગલા ભરવા માંગ કરવામાં આવી છે.

error: Content is protected !!