સમાચાર

ચૂંટણી વગર જ ભાજપ સરકાર બનાવી શકે છે તેવા નિવેદનથી વિપક્ષી નેતા ધાનાણીમાં આશ્ચર્ય

ભાજપાનાં મહામંત્રી રામ માધવે આપેલ

ચૂંટણી વગર જ ભાજપ સરકાર બનાવી શકે છે તેવા નિવેદનથી વિપક્ષી નેતા ધાનાણીમાં આશ્ચર્ય

લોકશાહી શાસન વ્‍યવસ્‍થામાં મતનો પણ અધિકાર જશે તેવું લાગે છે : ધાનાણી

અમરેલી, તા. 8

ભાજપનાં મહામંત્રી રામ માધવે તાજેતરમાં એક નિવેદનમાંજણાવેલ કે ભાજપ ચૂંટણી લડયા વગર પણ સરકાર બનાવી શકે છે. દેશમાં અને વિશ્‍વમાં હાલ નિર્ણય લઈ શકે તેવા નેતૃત્‍વનો યુગ ચાલી રહૃાો છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, નરેન્‍દ્ર મોદી દેશનાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે.

આ નિવેદન અંગે વિધાનસભા વિરોધપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્‍યું હતું કે, દેશની જનતાનાં અન્‍ય અનેક અધિકારી છીનવાઈ ગયા છે અને આગામી દિવસોમાં હવે મતનો અધિકાર પણ ઝૂંટવાઈ જવાની શકયતા દર્શાવીને દેશની જનતાને જાગૃત્ત બનવા અનુરોધ કર્યો હતો.

error: Content is protected !!