સમાચાર

સાવરકુંડલા શહેરમાંથી પસાર થતો માર્ગ બિસ્‍માર બનતાં પરેશાની

સાવરકુંડલા, તા. 8

સાવરકુંડલા શહેરમાંથી પસાર થતો મુખ્‍યમાર્ગ અતિ બિસ્‍માર સ્‍થિતિમાં તંત્રનાં આંખ મિંચામણા અને જનેતાની પરેશાનીમાં વધુ એકનો ઉમેરો થયો.

અંબાજીથી પીપાવાવ સ્‍ટેટ હાઈવે કહેવાય છે, જે સાવરકુંડલાની બરોબર મઘ્‍યમમાંથી પસાર થાય છે, જે રોડ હજુ હમણાં જ બનાવ્‍યો છે, તેમાર્ગ અમરેલી રોડ, ખાતરવાડીથી નાગરિક બેંક સુધીનું અંદાજે એક કિલોમીટર જેવું થતું હશે, તે માર્ગમાં પાંચ-પાંચ ફુટે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, તેથી તે મુખ્‍ય માર્ગની હાલત અતિ ખરાબ સ્‍થિતિમાં છે, તે માર્ગ બનાવવામાંઆવ્‍યો છે, તેમાંત્રણથી ચાર વર્ષની ગેરેન્‍ટી વાળો રોડ બનાવવામાં આવેલ છે, પરંતુ તે મુખ્‍ય માર્ગનીગેરેન્‍ટી પુરી નથી થઈ, ત્‍યાં તો તે મુખ્‍ય માર્ગમાં પાંચ-પાંચ ફૂટનાં અંતરે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, તે મુખ્‍ય માર્ગ અતિ હલકી ગુણવત્તાનો માલ-સામાન વાપરી, મોટા પાયે ભ્રષ્‍ટાચાર આચરી, નબળો રોડ બનાવી બિલો મંજુર કરાવી લીધા છે, ત્‍યારે અતિ બિમાર હાલતમાં પડેલ રોડની કોઈ દરકાર પણ નથી લેતું, અમરેલી રોડ ખાતરપાડીથી નાગરિક બેંક સુધી સી.સી. રોડ બનાવવામાં આવ્‍યો, ત્‍યારે તે રોડ બનાવવાનાં કોન્‍ટ્રાકટર પાસેથી સરકારી કચેરી ર્ેારા ખાતરી બંધ અને સારો માર્ગ બનાવી આપવાનું સરકારી તંત્રએ ત્રણથી ચાર વર્ષની ગેરન્‍ટીનું એગ્રીમેન્‍ટ કરાવવામાં આવેલ હતું, તેવું જાણવા મળે છે, તે રોડની હજુ તો ગેરેન્‍ટી પૂરી નથી થઈ ત્‍યાં તે રોડ અતિ બિમાર પડી મોટા- મોટા ખાડાઓ પડી જતાં,તે રોડમાં થયેલ ભ્રષ્‍ટાચાર થયાની પોલ ખુલી ગઈ છે, તો પછી આ અંગે સરકારી અધિકારી શું કામ જાણી-જોઈને આંખ આડા કાન કરે છે ? અને કોન્‍ટ્રાકટર સામે કેમ પગલાં લેતાં નથી કે પછી કોન્‍ટ્રાકટર અને અધિકારી વચ્‍ચે મિલી ભગત હશે ? તેવો વેધક સવાલ પ્રજાજનોમાંથી સાંભળવા મળી રહૃાો છે.. અમરેલી રોડ ખાતરવાડીથીનાગરિક બેંક સુધીનાં માર્ગ એકદમ ખખડધમ થઈ ગયો છે, તે રોડ બાબતે સરકારી અધિકારીનું ઘ્‍યાન નહીં હોય કે પછી પ્રજાની સુખાકારીમાં ઘ્‍યાન ન આપવું,તેવું નક્કી કરેલ હશે ? તેવી ચર્ચા શહેરમાં ટોપ ઓફ ધ ટાઉન     બની છે.

error: Content is protected !!