સમાચાર

દારૂબંધીને લઈને રાજકારણમાં આવ્‍યો ગરમાવો

રાજસ્‍થાનનાં મુખ્‍યમંત્રીનાં બચાવમાં રાજયનાં પૂર્વ મુખ્‍યમંત્રી આવ્‍યા

દારૂબંધીને લઈને રાજકારણમાં આવ્‍યો ગરમાવો

પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાએ મુખ્‍યમંત્રી અને રાજયપાલનાં નિવાસ સ્‍થાન નજીક જ દારૂ મળતો હોવાનું જણાવ્‍યું

અમરેલી, તા. 8

રાજસ્‍થાનનાં મુખ્‍યમંત્રી ઘ્‍વારા ગુજરાતમાં દારૂબંધીને લઈને વિવાદાસ્‍પદ નિવેદન અપાતાં રાજયનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ નિવેદનની આકરી નિંદા કરી હતી અને હવે રાજયનાં પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આ બન્‍ને મુખ્‍યમંત્રીની વચ્‍ચેની લડાઈમાં ઝંપલાવીને દારૂબંધીને લઈને હલ્‍લાબોલ કરતાં રાજયનું રાજકારણ ગરમાયું છે.

શંકરસિંહ વાઘેલાએ જણાવેલ છે કે, રાજયનાં મુખ્‍યમંત્રી અને રાજયપાલનાં નિવાસ સ્‍થાન નજીક પણ દારૂનું વેચાણ થાય છે. રાજયનાં દર એક કિ.મી.માં દારૂની પોટલીઓ જોવા    મળે છે.

આમ પૂર્વ મુખ્‍યમંત્રીએ દારૂબંધીની નિષ્‍ફળતાને લઈને આકરી પ્રતિક્રિયા આપતાં સમગ્ર રાજયમાં ભારે ચકચાર મચી ગઈ છે.

error: Content is protected !!