સમાચાર

સાવરકુંડલા : રાજપૂત ક્ષત્રિય સમાજ ટ્રસ્‍ટ દ્વારા વિજયાદશમીની ઉજવણી

સાવરકુંડલા, તા. 8

સાવરકુંડલા મુકામે રાજદરબારગઢ જશોનાથદાદાના પટાંગણમાં દર વર્ષની જેમ આગવી પરંપરાગત મુજબ શ્રીરામચંદ્ર ભગવાન વિજયાદશમીના દિવસે અશુરોનો નાશ કરી વિજયાદશમી ઉજવતા આવેલ. આ કાર્યક્રમમાં યજમાન તરીકે ઉપસ્‍થિત અજીતસિંહજી ધિરૂભા જાડેજા જેઓએ હરહંમેશ ક્ષત્રિય રાજપુત સમાજને સંગઠીત બની અને સમાજ ઉપયોગી થવાની પ્રેરણા આપેલ તેમજ શિક્ષણ ઉપર પ્રાધાન્‍ય આપ્‍યુ હતું તેમજ અજીતસિંહજી જાડેજાનું સાવરકુંડલા-રાજપુત ક્ષત્રિય સમાજ ટ્રસ્‍ટના પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ ઘ્‍વારા સન્‍માન કરવામાં આવ્‍યું તેમજ ભુદેવ વિજયદાદાનાં મત્રોચ્‍ચાર સાથે ગરાસીયા સમાજના ભાઈઓ શસ્‍ત્ર પૂજન કરેલ. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત પ્રમુખ મહાવીરસિંહ ગોહિલ, મહામંત્રી કરણસિંહ જાડેજા, ઉપપ્રમુખ મહેન્‍દ્રસિંહ વાજા રાઠોડ, મેનેજીંગ ટ્રસ્‍ટી અનિરૂઘ્‍ધસિંહ વાજા, ટ્રસ્‍ટી બળદેવસિંહ જાડેજા, ટ્રસ્‍ટી કિરીટસિંહ પરમાર, ટ્રસ્‍ટી ટેમુભા વાળા, ટ્રસ્‍ટી કનકસિંહ વાજા, રાઠોડ, રણજીતસિંહ જાડેજા, મહાવીરસિંહ વાજા રાઠોડ, પ્રતિપાલસિંહ જાડેજા, વનરાજસિંહ વાજા રાઠોડ, ચંદ્રસિંહ ગોહિલ, અશ્‍વિનસિંહ વાજારાઠોડ, પ્રદયુમનસિંહ પરમાર, યુવરાજસિંહ જાડેજા, સિઘ્‍ધાર્થસિંહ ગોહિલ, જોરૂભા વાજા રાઠોડ, સહદેવસિંહ જાડેજા, ક્રિપાલસિંહ વાજા રાઠોડ, રાજદિપસિંહ જાડેજા, જયદિપસિંહ વાજા રાઠોડ, સિઘ્‍ધરાજસિંહ પરમાર, ધ્રુવરાજસિંહ વાજા રાઠોડ, પૃથ્‍વીરાજસિંહ ગોહિલ, હરેન્‍દ્રસિંહ વાજા-રાઠોડ, મહિદિપસિંહ વાજા-રાઠોડ વગેરે ક્ષત્રિય સમાજના ભાઈઓ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા તેમજ આ કાર્યક્રમના ઈન્‍ચાર્જ કરણસિંહ જાડેજા તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવેલ. તેવી અનિરૂઘ્‍ધસિંહ વાજાની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!