સમાચાર

પટેલ સંકુલની વિદ્યાર્થીનીઓએ દ્વિતીય સ્‍થાન મેળવી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું

અમરેલી, તા.8

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી આયોજિત ખો ખો બહેનોની સ્‍પર્ધા ખામટા કોલેજના યજમાન પદે યોજાયેલ. જેમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજોમાંથી કુલ 1પ ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં પટેલ સંકુલ સંચાલિત કાબરીયા આર્ટસ, વઘાસીયા કોમર્સ અને ભગત સાયંસ કોલેજ અમરેલી ખો ખોની ટીમે સમગ્ર સૌરાષ્‍ટ્રમાંથી દ્વિતીય સ્‍થાન પ્રાપ્‍ત કરી સંસ્‍થાનું ગૌરવ વધારેલ છે. જેમાં ડોડીયા સુવિધા, ગજેરા અપેક્ષા, લખાણી દિક્ષિતા, ઉમરેટીયા કૃપા, પીપળીયા નેહા, બિલખીયા સહેનાજ, મેતર કરીના, કાવઠીયા હિરલ, ઢાંકેચા આનંદી, લહેરી તનવી, લહેરી કિંજલ,ઠુંમર કિરણ, ઠુંમર કિંજલ વગેરે ખેલાડીઓએ ભાગ લીધેલ. સ્‍પોર્ટસ ડાયરેકટર મગનભાઈ વસોયાના સીધા માર્ગદર્શન નીચે કોચ કુમારી આરતીબેને કોચીંગ પુરૂ પાડેલ.

પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, મંત્રી બાબુભાઈ સાકરીયા અને ટ્રસ્‍ટી મંડળ તેમજ ડાયરેકટર મનસુખભાઈ ધાનાણી, બ્રિજેશભાઈ પલસાણા, ચતુરભાઈ ખુંટ, વલ્‍લભભાઈ રામાણી વગેરેએ સંસ્‍થાનું ગૌરવ વધારવા બદલ તમામ ખેલાડીઓને તેમજ સ્‍પોર્ટસ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.

error: Content is protected !!