સમાચાર

હિંડોરણા ચોકડી-જાફરાબાદ માર્ગ અતિ બિસ્‍માર

વાહનચાલકો લાખો રૂપિયા કરવેરા પેટે ચુકવતાં હોવા છતાં પણ

હિંડોરણા ચોકડી-જાફરાબાદ માર્ગ અતિ બિસ્‍માર

મોડેલ અને વાયબ્રન્‍ટ ગુજરાતની અસલિયત મેઘરાજા અને ભ્રષ્‍ટાચારે ખોલી નાખી

સાવરકુંડલા, તા. 8

નેશનલ હાઈવેથી માંડીને સ્‍ટેટ હાઈવેનાં અમુક બિસ્‍માર ઉખડ બાખડ રસ્‍તાઓ પર પસાર થવું વાહનચાલકો માટે શિરદર્દ સમાન બની જાય છે. ત્‍યારે રાજુલાનાં હિંડોરણાથી વાકા બાવળ, જાફરાબાદ, ઉના, વેરાવળ ચોકડી સુધીનો ધૂડીયો ઉખડબાખડ બેથી ત્રણ કિ.મી. સુધીનું અંતર કાપવામાં વાહનચાલકોને ચારે બાજુ ઉડતી ધુળની ડમરીઓ તથા ખાડાઓ વચ્‍ચે પસાર થતાં દસથી પંદર કિ.મી. અંતર કાપવા જેટલો સમય લાગે છે. રસ્‍તાની જેટલી દયનીય સ્‍થિતિ છે એથી વધુ દયનીય સ્‍થિતિ ખાસ કરીને ટુ વ્‍હીલર ચાલકોની થઈ જાયછે. કારણ કે મોટા લોડીંગ વાહનો નજીકથી પસાર થાય છે ત્‍યારે ઉડેલી ધૂળની ડમરીથી ફરજીયાત વાહન ઉભુ રાખી દેવું પડે છે. આજુબાજુના ગામડાઓમાંથી નોકરી-ધંધા અર્થે કે ખરીદી કરવા રાજુલા આવતા વાહનચાલકો ત્રાહીમામ પોકારી જાય છે. દિવાળીનાં તહેવારો નજીક આવી રહૃાા છે ત્‍યારે ગીર વિસ્‍તાર તથા ધાર્મિક સ્‍થળો તુલસીશ્‍યામ, સોમનાથ વગેરે જવા મોટી સંખ્‍યામાં વાહનચાલકો અહીથી પસાર થતાં હોય ત્‍યારે જેમ બને તેમ વહેલાસર રસ્‍તાનું કામ પૂર્ણ થાય તેવું લોકો ઝંખી                રહૃાાં છે.

error: Content is protected !!