સમાચાર

ચલાલાનાં ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે ગાંધી જયંતીની ઉજવણી  

ચલાલામાં શ્રી યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્‍ટ સંચાલિત ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલય ખાતે બીજી ઓકટોબર ગાંધી જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીનું પ્રિય ભજન ભભવૈષ્‍ણવજનભભ ગાન, શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા વકતવ્‍ય, શેરી સફાઈ તેમજ પ્‍લાસ્‍ટિક મુકત ભારત બનાવવાનો સંકલ્‍પ બાળકોને લેવડાવ્‍યો અને સાથે સાથે સ્‍પર્ધા પણ યોજવામાં આવી. જેમાં કાગળ, પુંઠા અને માટીના વાસણો બનાવવામાં આવ્‍યા હતા અને આ દિવસે ગાયત્રી સંસ્‍કાર વિદ્યાલયના સ્‍ટાફગણે ખાદી કાર્યાલયની પણ મુલાકાત લીધી અને ખરીદી કરી. સંસ્‍થાના વડા પૂ. રતિદાદા અને મહેમાનો આ કાર્યક્રમનિહાળી ખુશ થયા હતા અને બાળકોને અભિનંદન આપ્‍યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક મહેશભાઈ મહેતા, શાળાના આચાર્યા શીતલબેન તથા સમગ્ર સ્‍ટાફગણે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!