સમાચાર

અમરેલીની વિદ્યાસભામાં વિજયાદશમી પર્વની શસ્‍ત્ર પૂજનથી ઉજવણી

ડો. જીવરાજ મહેતા સંસ્‍થાપિત અમરેલી જિલ્‍લા વિદ્યાસભા સંચાલિત સ્‍કૂલ દ્વારા આજરોજ વિજયાદસમીના પાવન પર્વ નિમિતે વિદ્યાસભા સ્‍કૂલમાં શસ્‍ત્ર પૂજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શકિત સ્‍વરૂપ બાળાઓના હસ્‍તે કંકુ, ચોખાથી ભાવપૂર્વક શસ્‍ત્રોનું પૂજન કરવામાં આવ્‍યું હતું. સંસ્‍થાના વ્‍યવસ્‍થાપક હસમુખભાઈ પટેલ તથા લાયન્‍સ કલબના પ્રમુખ ભરતભાઈ ચકરાણી, સેક્રેટરી શિવલાલભાઈ હપાણી તેમજ પોલીસ સહકાર સમિતિ અમરેલી કયાડા જીજ્ઞેશભાઈ તથા લાયન્‍સ કલબ રોયલ ગઢીયા રાજુભાઈ ખાસ પૂજનવિધિમાં ઉપસ્‍થિત રહયા હતા. સંસ્‍થાના પ્રિન્‍સિપાલો તથા સ્‍ટાફગણ પણ પૂજનવિધિમાં જોડાયા હતા. આસુરી શકિત પર દેવી શકિતના વિજયના પ્રતીકના રૂપમાં આ ઉત્‍સવ મનાવવામાં આવે છે. શકિત પૂજનના નવ દિવસ પછી આસુરી શકિતના નાશ માટે શસ્‍ત્રનું મહત્‍વને યાદ કરવાનો દિવસ છે. વિજય માટે પ્રસ્‍થાન કરવાનો દિવસ છે. સમાજમાં શાંતિ માટે સજજનોએ શસ્‍ત્રનું મહત્‍વ અને સમાજ કલ્‍યાણ માટે શસ્‍ત્રનો ઉપયોગ કરવાની જરૂર છે તેની સ્‍મૃતિ માટેઆ દિવસ ઉજવાય છે.

error: Content is protected !!