સમાચાર

અમરેલીનાં પટેલ સંકુલમાં આઈ.ટી. પ્રેઝેન્‍ટેશન યોજાયું

અમરેલી જિલ્‍લા લે.પ. ચેરીટેબલ ટ્રસ્‍ટ સુરત સંચાલિત શ્રીમતિ શાંતાબેન હરિભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલની એમ.એલ. કાકડીયા એમ.સી.એ. કોલેજ દ્વારા પ્રવર્તમાન આઈ.ટી. ઈન્‍ફોર્મેશનનું જ્ઞાન તથા માહિતી વિદ્યાર્થીનીઓને મળી રહે તે માટે સંશોધનાત્‍મક પોસ્‍ટર તથા ટેબલો પ્રેઝેન્‍ટેશનનો કાર્યક્રમ રાખેલ હતો. જેમાં એમ.સી.એ. અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓએ કોમ્‍પ્‍યુટર એપ્‍લિકેશનથી માંડીને આધુનિક સાધનો સુધીનીટેકનોલોજી આવિષ્‍કાર સુધીની માહિતીનું સંશોધન કરીને સંકુલમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓને માહિતી આપી હતી. ગજેરા સંકુલમાં અદ્યતન સુવિધા સભર કોમ્‍પ્‍યુટર વેબ સહિતના ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર તથા જીટીયુ પરિણામમાં ગુજરાતભરમાં હંમેશા એકથી ત્રણ નંબર પર રહેલ એમ.એલ. કાકડીયા, એમ.સી.એ. કોલેજની વિદ્યાર્થીનીઓના આ સંશોધનાત્‍મક કાર્યક્રમની સફળતા બદલ સ્‍થાપક પ્રમુખ અને કેળવણીકાર વસંતભાઈ ગજેરા, પ્રમુખ મનુભાઈ કાકડીયા, ઉપપ્રમુખ પરશોતમભાઈ ધામી, સેક્રેટરી બાબુભાઈ સાકરીયા તથા સંચાલક મંડળના તમામ સભ્‍યોએ અભિનંદન આપ્‍યા હતા.

error: Content is protected !!