સમાચાર

ગૃહવિભાગે એસપીની બદલી ન કરતા 15 લાખની જનતામાં હરખની હેલી

હજારો નિરાશાઓ વચ્‍ચે એસપી નિર્લિપ્‍ત રાયની કામગીરી કાબિલેતારીફ

અમરેલી જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થા મજબુત બન્‍યા

ગૃહવિભાગે એસપીની બદલી ન કરતા 15 લાખની જનતામાં હરખની હેલી

દાદાગીરી, લુખ્‍ખાગીરી, માફિયાગીરી, વ્‍યાજખોરી જેવી અસામાજિક પ્રવૃત્તિમાં જબ્‍બરો ઘટાડો

અમરેલી, તા. ર

અમરેલી જિલ્‍લાની જનતા અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલી છે. તેવા સમયે જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાનીપરિસ્‍થિતિ અતિ મજબુત હોય જિલ્‍લાની જનતામાં હાશકારાની લાગણી જોવા મળી રહી છે.

અમરેલીનાં પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાય છેલ્‍લ 15 મહિનાથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં હોય સમગ્ર પોલીસ વિભાગની કામગીરી કાબિલેતારીફ બની છે.

જિલ્‍લામાં દાદાગીરી, મારામારી, માફિયાગીરી કે વ્‍યાજખોરી કરનાર શખ્‍સોને ઝડપીને જેલભેગા કરવામાં આવ્‍યા છે તો અનેકને હદપાર કરવામાં આવ્‍યા તો અનેક શખ્‍સો ફરાર થઈ ગયા છે. અનેક માથાભારે શખ્‍સોએ અસામાજિક પ્રવૃત્તિનો ત્‍યાગ કરી દીધો છે.

તાજેતરમાં ગૃહવિભાગે રપથી વધુ આઈપીએસ અધિકારીઓની બદલી કરી હતી. જેમાં અમરેલીનાં પોલીસ અધિક્ષકની બદલી ન થતાં જિલ્‍લાની 1પ લાખની જનતાએ ગૃહવિભાગ અને મુખ્‍યમંત્રીનો આભાર માન્‍યો છે.

અમરેલી જિલ્‍લાનાં કહેવાતા અનેક આગેવાનો જયાં ત્‍યાં નેતાગીરી કરીને રોફ જમાવતાં હતા તેને પણ તેની હેસિયતમાં લાવી દેવામાં આવતાં આમઆદમીમાં રાહતની લાગણી ફરી વળી છે.

અમરેલી જિલ્‍લામાં દાયકાઓ બાદ કાયદો અને વ્‍યવસ્‍થાની મજબુત સ્‍થિતિ જોવા મળી રહી હોય ભાજપ સરકારની કામગીરીથી જનતા જનાર્દન ખુશ જોવા મળી       રહી છે.

error: Content is protected !!