સમાચાર

અમરેલીમાં રવિવારે ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સનાં ભવ્‍ય કેમ્‍પસનો લોકાર્પણ સમારોહ

કેન્‍દ્રિયમંત્રી રૂપાલા, શિક્ષણમંત્રી ચુડાસમા, પૂ.વિજયબાપુની ઉપસ્‍થિતીમાં

અમરેલીમાં રવિવારે ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સનાં ભવ્‍ય કેમ્‍પસનો લોકાર્પણ સમારોહ

અમરેલી, તા.ર

અમરેલીમાં આગામી રવિવારે કેરિયા રોડ ખાતે ભઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સભ ના ભવ્‍ય કેમ્‍પસનો લોકાર્પણ સમારોહ યોજાશે.

સમગ્ર દક્ષિણ સૌરાષ્‍ટ્રમાં ગણિત અને વિજ્ઞાનની શૈક્ષણિકપૂણાલિકાને અજાયબ મેમરી કમાન્‍ડ સહિત જણાવતા અને વિદ્યાર્થીઓને ઉચ્‍ચત્તમ જ્ઞાન સાથે સર્વોચ્‍ચ પ્રશિક્ષણ આપતાં નવયુવાન શિક્ષક ત્રિમૂર્તિ મયુરભાઈ ગજેરા, નિલેશભાઈ ગજેરા, અને પ્રહલાદભાઈ વામજા તથા તેમનાં ટીમનાં અથાંક પ્રયત્‍નોથી ઓકસફર્ડ સ્‍કૂલ ઓફ સાયન્‍સના નવા પરિસરનું ભવ્‍ય નિર્માણ કરવામાં આવેલ છે.

કાર્યક્રમના અઘ્‍યક્ષ સ્‍થાને કેન્‍દ્રિયમંત્રી રૂપાલા, ઉદ્‌ઘાટક તરીકે શિક્ષણમંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમા અને આર્શિવચન પૂ.વિજયબાપુ પાઠવશે.

આ તકે સાંસદ કાછડીયા, ધારાસભ્‍ય પરેશ ધાનાણી, પુર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, ડો. ભરત કાનાબાર, ઠાકરશીભાઈ મેતલીયા સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.

error: Content is protected !!