સમાચાર

ગામ પંચાયતના શાસકો વિકાસ કાર્યોમાં અને આખલાઓ યુદ્ધમાં વ્‍યસ્‍ત

આ દેખે જરા : વડિયાના જાહેર માર્ગો પર આખલાઓ વચ્‍ચે ધમાસાણ

આખલાઓએ એક કલાક સુધી બસ સ્‍ટેન્‍ડ વિસ્‍તારમાં યુદ્ધ કર્યુ

વડીયા, તા.1

વડીયામાં છેલ્‍લા ઘણા સમયથી આખલાઓના ટોળા જયા ત્‍યાં રોડ ઉપર કુસ્‍તી રેસથી લોકો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહયો છે. આજે વડિયા એસટી બસ સ્‍ટેન્‍ડ પર આખલાઓએ રીતસર એક કલાકનો એપિસોડ પબ્‍લિકમાં રજુ કર્યો લોકો અને મુસાફરો નાશ-ભાગ મચી ગઈ વડિયા એસટી ડેપો પર અવાર-નવાર આખલાઓ પોતાનો અડીંગો જમાવીને બેસી રહે છે. ત્‍યારે આજે તો હદ થઈ ગઈ એક તરફ મુસાફરોથી બસ સ્‍ટેન્‍ડ ખીચોખીચ ભરેલું બીજી તરફ વડિયા સ્‍કૂલોના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પોતાનું ભાવિ ભવિષ્‍ય ઉજજવળ બનાવવા માટે અભ્‍યાસ પૂર્ણ કરી ઘર તરફ વળતા હોઈ તેવા સમયે એસટી બસની રાહ જોઈ રહયા હોઈ ત્‍યારે આ આખલાઓ દ્વારા કોઈપણને જાણ હાનિ પહોંચાડશે તો તેમના જવાબદાર કોણનાવેધક સવાલો લોકોમાં ઉદભવી રહયા છે. જો કે એસટી સ્‍ટેન્‍ડની આસપાસના દુકાનદારો એકત્રિત થઈને આખલાઓની લડાઈને જીવના જોખમે વહેર વિખેર કરેલ પરંતુ તંત્ર કયારે જાગશે કે પછી કોઈ મોટી દુર્ધના ઘટશે તેની રાહ જોઈ બેઠું છેના લોકોમાં સવાલો ઉદભવી રહયા છે.

error: Content is protected !!