સમાચાર

સાવરકુંડલામાં ગાંધીજયંતી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

શ્રી એસ.વી. દોશી ગર્લ્‍સ હાઈસ્‍કૂલ તથા શ્રી એ.કે. ઘેલાણી હાયર સેકન્‍ડરી સ્‍કૂલ, સાવરકુંડલા મુકામે નુતન કેળવણી મંડળના પ્રમુખ તેમજ દાતા ચંદ્રિકાબેન કામદાર (ઘેલાણી)ની ઉપસ્‍થિતિમાં શાળામાં ગાંધીજયંતિ સપ્‍તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમો પૈકી ગાંધીજીના સ્‍વચ્‍છતા અભિયાન અંગેનું નાટક, વકતૃત્‍વ સ્‍પર્ધા, એકપાત્રિય અભિનય તેમજ વિવિધ વેશભુષા અને દેશભકિત ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. જેમાં વકતૃત્‍વ સ્‍પર્ધામાં એન.એસ.યુ.આઈના પ્રમુખ કેતનભાઈ ખુમાણ દ્વારા વિજેતાઓને ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય વર્ષાબેન એન. ખખ્‍ખરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્‍યું હતું. નીતાબેન ત્રિવેદી અને તૃપ્‍તિબેન પાનસુરિયા દ્વારાવિદ્યાર્થીની બહેનોને સુંદર કૃતિઓ તૈયાર કરવામાં માર્ગદર્શન પુરૂ પાડેલ. આ સમગ્ર સફળ કાર્યક્રમ બદલ શ્રી નુતન કેળવણી મંડળના ટ્રસ્‍ટીઓ દ્વારા વર્ષાબેન તેમજ શાળા પરિવારને અભિનંદન પાઠવેલ.

error: Content is protected !!