સમાચાર

ધારીનાં પરબડીમાં ભરબપોરે અર્ધો ડઝન સિંહોનું આગમન

ખેડૂતોને ખેતિ કરવી કે આત્‍મ રક્ષણ કરવું તેની ખબર પડતી નથી

ધારીનાં પરબડીમાં ભરબપોરે અર્ધો ડઝન સિંહોનું આગમન

નાના ભુલકાઓ પગપાળા શાળાએ જતા હોય કોઈ ઘટના બને તો જવાબદારી કોની તેવો પ્રશ્‍ન ઉભો થયો

રાનીપશુઓ અમૂલ્‍ય જીંદગીઓ પર પૂર્ણવિરામ મુકે પછી દોડધામ કરવાને બદલે આગોતરૂ આયોજન જરૂરી

ધારી, તા. ર3

ધારી તાબના પરબડી ગામે ભર બપોરે એકી સાથે 6 સિંહોનું        ટોળું આવી ચડતાપશુપાલકો, ખેડૂતોમાં અફડાતફડી તથા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ત્‍યારે હાલ ખેતીની સીઝન ચાલું હોય ત્‍યારે દરેક ખેતરોમાં વાવેલ પાક પણ ખૂબ ઉંચાઈવાળા થઈ ગયેલ હોય. ત્‍યારે આવી જગ્‍યામાં છુપાઈ બેઠેલા આ અતિ ભયંકર સિંહો ગમે ત્‍યારે ખેડૂત, ખેતમજૂર કે પશુપાલોક તથા કાયમી સીમમાં રહેતા મજુરો તથા તેના પરિવાર ઉપર ગમે ત્‍યારે મોત બની ત્રાટકે તેવી ભીતી સેવાઈ રહી છે. તેટલું જ નહીં નાના એવા પરબડી ગામમાં છાશવારે દીપડા માલધારીઓના ઘરમાં મારણ કરે છે. ત્‍યારે આ વિસ્‍તારના દરેક લોકોને પોતાનું તથા પોતાના પરિવારનું તથા પશુઓનું તપા પોતાના ખેતર-વાડીમાં પોતાની રોજીરોટીસમા પાકનું રક્ષણ કરવું અતિ મુશ્‍કેલ બન્‍યું છે. ત્‍યારે રાનીપશુઓના ભયના ઓથાર વચ્‍ચે ગામના અંદાજે 30 વિદ્યાર્થીઓ ગામમાં બસ આવતી ન હોવાથી દરરોજ બે કિલોમીટર ચાલી અન્‍ય શહેરમાં અભ્‍યાસ કરવા જાય છે. ત્‍યારે જો સત્‍વરે આ વિસ્‍તારના લોકો પશુઓ તથા વાડીયુ તથા ખુલ્‍લા કૂવાઓને સરકાર તથા વનવિભાગ ઘ્‍વારા આરક્ષિત કરવામાં નહી આવે તો ગમે ત્‍યારે મોટી જાનહાની અથવા તો ખુલ્‍લા કુવાઓ તથા વાડીયુમાં લીધેલ વીજ જોડાણ કે વીજ ઉપકરણો કે ખેતીના પાકોમાં છાંટવાની જંતુનાશક દવાઓથી પણ રાની પશુઓ સહિત અન્‍ય વન્‍ય પ્રાણીઓ પર પણ ખતરો છે. ત્‍યારેઆવી અનાયાસે કોઈ ગંભીર પરિસ્‍થિતિ ઉભી થાય ત્‍યારે નિર્દોષ ખેડૂતો કે પશુપાલકો પર ખોટા આક્ષેપો થાય છે ત્‍યારે રાનીપશુઓ તથા વન્‍ય પ્રાણીઓ તથા આ વિસ્‍તારના દરેક લોકો પશુપાલકો, ખેડૂતો, ખેતમજૂરો સુરક્ષિત રહે તેવા પાવન હેતુથી સરકાર તથા વન વિભાગ ઘ્‍વારા યોગ્‍ય સર્વે કરાવી વિવિધ યોજનાઓનો લાભ પશુપાલકો તથા ખેડૂતોને આપવામાં આવે તો રાનીપશુઓ તથા વન્‍ય પ્રાણી તથા માલધારી તથા ખેડૂતો સહિતના દરેક લોકોને ઘણુ સુરક્ષા કવચ મળશે.

error: Content is protected !!